Himachal Pradesh: કુલ્લુમાં ગોઝારો અકસ્માત, બસ ખીણમાં ખાબકતા બાળકો સહિત 20 લોકોના દર્દનાક મોત

હિમાચલ પ્રદેશમાં સવાર સવારમાં ગોઝારો અકસ્માત થયો છે. સૈંજ ઘાટીમાં એક ખાનગી બસ ખીણમાં ખાબકી જેમાં શાળાના બાળકો સહિત 20 જેટલા લોકોના મોત થયા છે. 

Himachal Pradesh: કુલ્લુમાં ગોઝારો અકસ્માત, બસ ખીણમાં ખાબકતા બાળકો સહિત 20 લોકોના દર્દનાક મોત

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં સવાર સવારમાં ગોઝારો અકસ્માત થયો છે. સૈંજ ઘાટીમાં એક ખાનગી બસ ખીણમાં ખાબકી જેમાં શાળાના બાળકો સહિત 20 જેટલા લોકોના મોત થયા છે. બસમાં 45 જેટલા મુસાફરો સવાર હતા. 

મળતી માહિતી મુજબ સૈંજ ખીણના શેંશરથી સૈંજ તરફ આ બસ જઈ રહી હતી. તે દરમિયાન જંગલા નામની જગ્યાએ કેંચી મોડ પર આ બસ બેકાબૂ બની અને સીધી ખીણમાં જઈને ખાબકી. દુર્ઘટનાગ્રસ્ત બનેલી આ બસમાં સ્થાનિકો ઉપરાંત શાળાના બાળકો પણ સવાર હતા જે શાળાએ જઈ રહ્યા હતા. બસ ખીણમાં ખાબકતા શાળાના બાળકો સહિત 20થી વધુ લોકોના દર્દનાક મોત થયા છે. અત્યાર સુધીમાં 16 મૃતદેહો કાઢવામાં આવ્યા છે અને હજુ પણ અનેક લોકો દટાયેલા છે. 

એસપી કુલ્લુ ગુરુદેવ શર્માએ જણાવ્યું કે બસના દુર્ઘટનાગ્રસ્ત થવાની જાણકારી મળી છે અને પોલીસ ટીમને ઘટનાસ્થળે રવાના કરી દેવાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news