Copenhagen Shooting: ડેનમાર્કના મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 22 વર્ષના યુવકે કર્યું કત્લેઆમ

Copenhagen Shooting: ડેનમાર્કના મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 22 વર્ષના યુવકે કર્યું કત્લેઆમ

 

Shooting in Denmark Capital: ડેનમાર્કની રાજધાની કોપેનહેગનના મોલમાં  રવિવારે થયેલી ફાયરિંગમાં લગભગ 3 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ છે. કોપેનહેગન પોલીસ ઓપરેશન યુનિટના પ્રમુખ સોરેન થોમસને જણાવ્યું કે ફાયરિંગ કરનારા સંદિગ્ધ યુવકની શહેરના દક્ષિણ ભાગમાં આવેલા ફિલ્ડ્સ શોપિંગ મોલ પાસેથી ધરપકડ કરાઈ છે. આરોપી ડેનમાર્કનો જ નાગરિક છે અને તેની ઉંમર 22 વર્ષ છે. પોલીસનું કહેવું છે કે હુમલામાં માર્યા ગયેલા લોકોનો આંકડો વધી શકે છે. 

થોમસને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઘટના પાછળ આતંકી ષડયંત્રની આશંકાને ફગાવી શકાય નહીં. હાલ જો કે એ જાણવા મળ્યું નથી કે શું આ ઘટનામાં કેટલાક અન્ય લોકો સામેલ હતા કે પછી આ યુવકે એકલા હાથે ઘટનાને અંજામ આપ્યો. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. થોમસને ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન અંગે જો કે કોઈ માહિતી આપી નહીં. 

અત્રે જણાવવાનું કે મોલ કોપેનહેગનના બહારના વિસ્તારમાં સબવે લાઈન પાસે આવેલો છે જે સિટી સેન્ટરને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડે છે. મોલ પાસે એક હાઈવે પણ છે. ઘટનાસ્થળની જે તસવીરો સામે આવી છે તેમાં લોકો મોલમાંથી ભાગતા જોવા મળી રહ્યા છે. ડેનમાર્કના ટીવી પ્રસારણમાં એક ફોટો શેર કરાયો છે જેમાં એક વ્યક્તિને સ્ટેચર પર લઈ જવાઈ રહ્યો છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ કેટલાક લોકો  બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જ્યારે કેટલાક લોકો દુકાનની અંદર જ છૂપાઈ ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news