Helicopter Crashed: ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના; કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોએ જીવ ગુમાવ્યા

Helicopter Crashed: ઉત્તરાખંડમાં મંગળવારે મોટો અકસ્માત થયો છે. કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. હેલિકોપ્ટર આર્યન કંપનીનું હોવાનું કહેવાય છે. કેદારનાથમાં ગાઢ ધુમ્મસ છે જેથી કરીને હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હોઈ શકે છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

Helicopter Crashed: ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના; કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોએ જીવ ગુમાવ્યા

Helicopter Crashed: ઉત્તરાખંડમાં મંગળવારે મોટો અકસ્માત થયો છે. કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનાનો ભોગ બનેલું હેલિકોપ્ટર આર્યન કંપનીનું હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર શ્રદ્ધાળુઓને ફાટાથી કેદારનાથ લઈને જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી. સૂચના મળતા જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

 શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરના દર્શન માટે જઈ રહ્યા હતા. પરંતુ હેલિકોપ્ટર રસ્તામાં જ ક્રેશ થઈ ગયું. જેમાં 7 લોકોના મોત થયા. નોંધનીય છે કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરમાં દર્શન માટે પહોંચે છે. મોટાભાગના લોકો કેદારનાથ મંદિર પગપાળા જાય છે અને કેટલાક લોકો હેલિકોપ્ટરની પણ મદદ લે છે. આજે આવું જ એક હેલિકોપ્ટર દુર્ધટનાનો ભોગ બન્યું. 

— ANI (@ANI) October 18, 2022

અત્રે જણાવવાનું કે આ અકસ્માત એવા સમયે થયો છે કે જ્યારે 21-22 ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથના પ્રવાસે જવાના છે. પીએમ મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ જશે અને કેદારનાથ પહોંચીને ત્યાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. બાબા કેદારના દર્શન કર્યા બાદ પીએમ મોદી બદ્રીનાથ પણ જશે. પ્રધાનમંત્રી મોદી 21 ઓક્ટોબરના રોજ કેદારનાથન દર્શન કર્યા બાદ રાતે ત્યાં જ રોકાશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 22 ઓક્ટોબરના રોજ તેઓ બદ્રીનાથના દર્શન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news