કર્ણાટકમાં CMએ પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું, કેરળમાં 22 હજાર લોકોને રેસ્ક્યુ કરાયા
દક્ષિણના રાજ્યોમાં વરસાદનો કેર ચાલુ છે. મહારાષ્ટ્રની સાથે સાથે કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદ ચાલુ છે. આ વખતે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે કેરળ અને કર્ણાટકના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે.
Trending Photos
નવી દિલ્હી: દક્ષિણના રાજ્યોમાં વરસાદનો કેર ચાલુ છે. મહારાષ્ટ્રની સાથે સાથે કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદ ચાલુ છે. આ વખતે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે કેરળ અને કર્ણાટકના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે. આ વિસ્તારોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે તથા તેમના સુધી મદદ પહોંચાડવા માટે સેનાને કામે લગાડી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ કર્ણાટકમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 16,875 લોકો અને 3010 જાનવરોને 272 રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યાં છે.
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને શુક્રવારે રાજ્યમાં પૂર અને રાહત બચાવ કાર્યની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં પૂરથી રાહત માટે 315 કેમ્પો સ્થાપિત કરવામાં આવ્યાં છે. જેમાં 22000 લોકો હાજર છે. આ કેમ્પોમાં મોટાભાગના લોકો વાયનાડથી આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. આવતી કાલે વરસાદમાં ઘટાડો થવાની શક્યતા છે પરંતુ 15 ઓગસ્ટના રોજ કેરળમાં ફરીથી ભારે વરસાદની આશંકા છે.
(કોલ્હાપુરમાં બચાવ કાર્ય)
યેદિયુરપ્પાનું હવાઈ સર્વેક્ષણ
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આજે પૂર પ્રભાવિત વિસ્તારો ઘાટપ્રભા અને માલપ્રભાનું હવાઈ સર્વેક્ષણ કર્યું. અત્યાર સુધી કર્ણાટકમાં વરસાદ અને પૂરના કારણે 10 લોકોના મોત થયા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બચાવવા માટે સેના અને એડીઆરએફની ટીમો કામે લાગી છે.
મહારાષ્ટ્રમાં 27 લોકોના મોત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. જેમાં સાંગલીમાં 11, કોલ્હાપુરમાં 2, પુણેમાં 6, સોલાપુરમાં1 અને સતારામાં 7 લોકોના મોત થયા છે.
લોકોને કરાઈ રહ્યાં છે એરલિફ્ટ
કર્ણાટકમાં પૂર પ્રભાવિત વિસ્તાર બેલાગાવીમાં ફસાયેલા લોકોને વાયુસેના હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરી રહી છે. રોગી, હલોલી, ઉધાઘાટી અને ગિરદલથી વાયુસેનાએ અત્યાર સુધીમાં 25 લોકોને એરલિફ્ટ કર્યા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 475 ફૂડ પેકેટની સાથે પાણી પણ લોકો સુધી પહોંચાડ્યું છે.
કર્ણાટકમાં પૂરના કારણે પરિસ્થિતિ ખરાબ છે. કાબિની સર્કિલના સુપ્રીટેન્ડેન્ટ એન્જિનિયના જણાવ્યાં મુજબ કાબિની બંધમાંથી એક લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તારાકા બંધમાંથી 15 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. આ સાથે જ નાગુ બંધમાંથી 10 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે.
કેરળના વાયનાડથી પુથુમાલામાં વરસાદના કારણે ભૂસ્ખલન થવાથી અનેક લોકો ફસાયા હતાં. જેમાંથી 54 લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યા છે. અત્યાર સુધીમાં 100 લોકોને રેસ્ક્યુ કરાયા છે.
કર્ણાટક રાજ્ય રોડ પરિવહન નિગમના જણાવ્યાં મુજબ મૈસુરુથી મડિકેરી અને મૈસુરુથી એચડી કોટે રોડના રસ્તાને ભારે વરસાદના કારણે બંધ કરી દેવાયો છે. મહારાષ્ટ્રના સતારા, સાંગલી, કોલ્હાપુર, પુણે, સોલાપુર, જિલ્લાઓ ભારે વરસાદના કારણે પૂરમાં ડૂબેલા છે. પૂરનો પ્રકોપ એટલો બધો છે કે આ જિલ્લાઓનો સંપર્ક આજુબાજુના શહેરોથી લગભગ કપાઈ ગયો છે. આવામાં પૂરના કરાણે ફક્ત આ જિલ્લાઓમાં જ નહીં પરંતુ આસપાસના મુખ્ય શહેરોમાં પણ પૂરની અસર જોવા મળી છે.
રોજ મુંબઈમાં આ જિલ્લાઓમાંથી 13 લાખ લીટર દૂધનો સપ્લાય થાય છે. પરંતુ પૂરના કારણે આ સપ્લાય અડધો થઈ ગયો છે. એટલે કે 6-7 લાખ લીટર દૂધ પહોંચી રહ્યું છે. અનેક મોટી ડેરીઓ જેમ કે ગોકુલ, મહાનંદા, મધર ડેરીમાં દૂધ સપ્લાયમાં ભારે કમી જોવા મળી છે. મોટા મોટા દૂધ વાહન ડેરીની બહાર લાંબી લાઈમાં અનેક દિવસોથી દૂધ વગર ઊભા છે. દૂધની કમીના પગલે માત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ નહીં પરંતુ નાગરિકો પણ પરેશાન છે.
કેરળના પુરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 22 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યાં છે. કર્ણાટકના બેલગામ, બાગલકોટ, રાયચુર, અને મહારાષ્ટ્રના રાયગઢ, કોલ્હાપુર, તથા સાંગલીમાં પૂર પ્રભાવિત લોકોને બચાવવા અને તેમના સુધી રાહત પહોંચાડવા માટે સેનાના લગભગ એક હજાર જવાનો કામે લાગ્યા છે. મહારાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધી 1500 લોકો અને કર્ણાટકમાથી 3500 લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યાં છે.
જુઓ LIVE TV
કેરળમાં ભારે વરસાદના કારણે કોચિ એરપોર્ટનું સંચાનલ 11 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી બંધ કરી દેવાયું છે. કેરળ સરકારે શુક્રવારના રોજ રાજ્યની તમામ શાળાઓને બંધ કરી છે. કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યાં મુજબ રાજ્યમાં પૂર પ્રભાવિત લોકો માટે 14 જિલ્લાઓમાં 315 રાહત કેમ્પ બનાવવામાં આવ્યાં છે. આ સાથે જ અત્યાર સુધી 22,165 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. રાહત અને બચાવ કાર્ય મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં સતત ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે