24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો આજે ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદ પડવાની છે આગાહી

All India Weather Update: હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને પંજાબથી લઈને દિલ્હી સુધી છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદનો કહેર ચાલુ છે. હવામાન વિભાગે આજે પણ દેશના 24 રાજ્યોમાં વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશમાં આજે થોડી રાહત મળી શકે છે. જ્યારે ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. હિમાચલ પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ પ્રવાસીઓ ફસાયેલા છે. 

24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો આજે ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદ પડવાની છે આગાહી

Gujarati News: હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને પંજાબથી લઈને દિલ્હી સુધી છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદનો કહેર ચાલુ છે. હવામાન વિભાગે આજે પણ દેશના 24 રાજ્યોમાં વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશમાં આજે થોડી રાહત મળી શકે છે. જ્યારે ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. હિમાચલ પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ પ્રવાસીઓ ફસાયેલા છે. 

હિમાચલમાં ભારે  તબાહી
હિમાચલ પ્રદેશમાં ફસાયેલા પ્રવાસીઓને કાઢવા માટે સૌથી મોટું રેસ્ક્યૂ ઓપરેશન લાહોલ સ્પિતિ સ્થિત ચંદ્રતાલ માટે ચાલી રહ્યું છે. ચંદ્રતાલમાં લગભગ 250 પ્રવાસીઓ ફસાયેલા છે. જ્યારે સિસ્સૂમાં 300 પ્રવાસીઓ ફસાયેલા છે. મોટી પરેશાની ચંદ્રતાલ માટે છે કારણ કે કાલે પણ ત્યાં હેલિકોપ્ટર મોકલવાની કોશિશ કરાઈ હતી પરંતુ સફળ ન થઈ. હવે આજે ફરીથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવશે. હિમાચલમાં જો આજે વરસાદ ન પડ્યો તો રેસ્ક્યૂના કામમાં તેજી આવી શકે છે. તબાહી એટલી બધી છે કે રસ્તાઓ ઠીક કરવામાં લાંબો સમય જઈ શકે છે. 

સરકાર સામે સૌથી મોટો પડકાર પ્રવાસીઓનો છે કારણ કે પ્રવાસીઓ પગપાળા ચાલીને મોટા સ્ટેશનો સુધી પહોંચી રહ્યા છે. હિમાચલમાં હાલ 1239 રસ્તાઓ બંધ છે. સિમલામાં સૌથી વધુ 581, મંડીમાં 200, ચંબામાં 116, સિરમૌરમાં 101, હમીરપુર અને લાહોલ સ્પિતિમાં 97-97 રસ્તા બંધ છે. 

— ANI (@ANI) July 11, 2023

ટૂંકમાં સમાચાર...

- અત્યાર સુધીમાં 80 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 
- સતત ત્રીજા દિવસના વરસાદમાં અત્યાર સુધીમાં 4000 કરોડથી વધુની સંપત્તિ જળસમાધિ લઈ ચૂકી છે. 
- 60થી વધુ ગાડીઓ રમકડાંની જેમ પાણીના સૈલાબમાં વહી ગઈ છે. 
- 79 ઘર તૂટીને કાટમાળમાં ફેરવાયા છે. 
- 4500થી વધુ ટ્રાન્સફોર્મર ઠપ થવાની સાથે હિમાચલનો મોટો હિસ્સો અંધારામાં ડૂબેલો છે. 
- મંડીમાં સૌથી વધુ તબાહી થઈ છે. 
- સુરક્ષા કારણોસર 115 મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. 
- 800થી વધુ રસ્તાઓ બંધ થવાના કારણે ગામડાઓ સાથે સંપર્ક તૂટ્યો છે. 

ઉત્તરાખંડમાં કહેરનું એલર્ટ
ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરાખંડમાં વરસાદથી તબાહીની તસવીરો આવવા લાગી છે. પિથૌરાગઢના ધારચૂલામાં કાલી નદી કિનારે બનેલું મકાન પાણીમાં વહી ગયું છે. જ્યારે પૌડી ગઢવાલના શ્રીનગરમાં અલકનંદા નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી રહ્યું છે. શ્રીનગરમાં અનેક જગ્યાઓ પર નદી પુલના લેવલ સુધી પહોંચી રહી છે. ઉત્તરાખંડની સાથે સાથે વેસ્ટર્ન યુપી અને બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તરાખંડમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ લેંડસ્લાઈડ થયું છે. ઉત્તરાખંડ સરકારનો દાવો છે કે તેઓ એલર્ટ પર છે અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. પિથૌરાગઢ ડિસ્ટ્રિક્ટના ધારચૂલામાં કાલી નદીના કિનારે મકાન પડ્યું. ભટવારી પાસે લેન્ડસ્લાઈડમાં 3 ગાડીઓ  દબાઈ જેમાં 4 લોકોના મોત થયા. એમ્સ ઋષિકેશમાં પાણી ભરાઈ ગયું. ઈમરજન્સી વોર્ડ બ્લોકમાં વરસાદનું પાણી કચરો પણ લઈને આવ્યું. 

દિલ્હીમાં પૂરનું જોખમ
આ બાજુ  દિલ્હી પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. યમુનામાં જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. યમુના નજીકના વિસ્તારોથી લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવાની કવાયત ચાલુ છે. સ્થિતિ બદ થી બદતર થઈ રહી છે. હવામાન વિભાગે આજે પણ દિલ્હીમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં પૂરના હાલાત પર એલજી વી કે સક્સેનાએ એક  હાઈલેવલ મીટિંગ કરી છે. જેમાં લોકોને સુરક્ષા અને સ્થિતિને પહોચી વળવાની ચર્ચા કરવામાં આવી. આજે ઉપરાજ્યપાલ પ્રગતિ મેદાન સુરંગ, મિન્ટો બ્રિજ અને ઝખીરા અંડરપાસની મુલાકાત લેશે. બીજી બાજુ યમુનાના જળસ્તરને વધતુ જોતા દિલ્હી સરકારે રાહત અને બચાવ કાર્યો માટે યુદ્ધસ્તર પર તૈયારીઓ શરૂ કરી છે. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023

યમુના વિકરાળ બની
યમુના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં બનેલી ઝૂપડપટ્ટીઓથી લગભગ 27 હજાર લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાયા છે. હરિયાણાના હથિણીકૂંડ બેરજથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનાથી યમુનાનો દિલ્હીમાં વેગ વિકરાળ થયો છે. જો યમુનાનું જળસ્તર વધ્યું તો દિલ્હીમાં 9  એવા વિસ્તારો છે જ્યાં પૂર આવી શકે છે. આજે એકવાર ફરીથી દિલ્હીમાં વરસાદનું એલર્ટ છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી ફરી મેઘરાજા ગુજરાતમાં એક્ટિવ થઈ જશે. આજે એટલે કે 12 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. 

13 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 14 જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. ગઈ  કાલે મંગળવારે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. 

પરંતુ આજે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે.   

અંબાલાલની આગાહી
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. 20 જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે. દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. 

23 થી 30 જુલાઈ સુધી વરસાદ આવવાની શક્યતા છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મહેસાણામાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડશે. રાજ્કોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news