રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, સાંજ સુધી થઇ શકે છે જેલમાંથી મુક્ત

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. બોમ્બે હાઇકોર્ટે  (Bombay High Court) એ રિયાને જામીન આપી દીધા છે

રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, સાંજ સુધી થઇ શકે છે જેલમાંથી મુક્ત

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. બોમ્બે હાઇકોર્ટે  (Bombay High Court) એ રિયાને જામીન આપી દીધા છે, પરંતુ તેમના ભાઇ શોવિક અને અબ્દુલ બાસિતની જામીન અરજી નકારી કાઢી છે. 

કોર્ટમાં રિયા ઉપરાંત તેમના ભાઇ શોવિક, અબ્દુલ બાસિત પરિહાર, સૈમ્યુઅલ મિરાંડ, દીપેશ સાવતંણી જામીન અરજી પર સુનાવણી થઇ. આ પહેલાં સ્પેશિયલ NDPS કોર્ટે રિયા અને શોવિકની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી દીધી. 

તો બીજી તરફ સુશાંત કેસમાં મુંબઇ પોલીસ કમિશ્નરએ ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં મોટું નિવેદન આપ્યું છે. મુંબઇ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (CP Parambeer Singh)એ જણાવ્યું કે સુશાંત કેસમાં મુંબઇ પોલીસને બદનામ કરવામાં આવી. ન્યાયના બહાને સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા હવે ઝૂઠ ફેલાવનાર સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે.  

તેમણે કહ્યું કે સુશાંત કેસની તપાસથી મુંબઇ પોલીસને દૂર કરવા પાછળ એક સુનિયોજિત કાવતરું હતું. મુંબઇ પોલીસ કમિશ્નરે કહ્યું કે આ એકાઉન્ટ દેશ વિદેશથી ચલાવવામાં આવ્યા. તો બીજી તરફ મીડિયાના એક વર્ગે પણ ખોટું અભિયાન ચલાવ્યું. સુપ્રીમ કોર્ટે પણ એમ પણ કહ્યું કે મુંબઇ પોલીસની તપાસમાં કમી ન હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news