પ્રથમ વખત એક દિવસમાં હાર્ટ એટેકથી 22 ના મોત, ચાર દિવસમાં 56 લોકોએ જીવ ગુમાવ્યો
Today Heart Attack in India: કાનપુરમાં છેલ્લા 4 દિવસમાં હાર્ટ એટેકથી 56 લોકોના મોત થયા છે. કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં 26 લોકોના મોત થયા છે જ્યારે 30 લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે. જેમને હ્રદયરોગ કે બ્લડ પ્રેશરની બીમારી હોય તેઓએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. આ લોકોને ઠંડીમાં જ્યાં સુધી સૂર્ય બહાર ન આવે ત્યાં સુધી બહાર નાં નીકળવું જોઈએ.
Trending Photos
હામિમખાન પઠાણ, અમદાવાદઃ કાનપુરમાં શિયાળો બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. કાનપુરમાં હાર્ટ એટેક અને હાર્ટ બ્લોકને કારણે 22 મૃત્યુ પામ્યા હતા, જ્યારે ત્રણ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા હતા. કાનપુર સહિત નજીકના જિલ્લાઓમાંથી આ દર્દીઓ ગંભીર હાલતમાં કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ માં પહોંચ્યા હતા. કાર્ડિયોલોજી વિભાગમાં છેલ્લા ચાર દિવસમાં 56 લોકોના મોત થયા છે.
मौत की लाईव वीडियो सीसीटीवी में कैद फरीदाबाद में मेडिकल स्टोर पर ORS लेने गए युवक ने तोड़ा दम @police_haryana @FBDPolice pic.twitter.com/0YSlLXm4fX
— Tricity Today (@tricitytoday) January 5, 2023
સંસ્થાના ડાયરેક્ટર ડો.વિનય કૃષ્ણ મુજબ છેલ્લા ઘણા વર્ષોમાં આવો આંકડો જોવા મળ્યો નથી. આ ખૂબ જ આઘાતજનક આંકડા છે. જે દર્દીઓને હ્રદયરોગ છે તેમણે વધતી ઠંડી પર દવાનું નિયમન કરવું જોઈએ, નહીં તો હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આ પ્રકારનો આંકડો પહેલીવાર જોવા મળ્યો છે કે 1 દિવસમાં 22 લોકોના મોત થયા છે. કાનપુરમાં ભારે ઠંડી પડી રહી છે જેના કારણે મૃત્યુઆંક વધી ગયો છે. આ આંકડો ભયાનક છે. આવી સ્થિતિમાં ઠંડી લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ગંભીર હાલતમાં અહીં આવતા દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા ઇમરજન્સી કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે.
કાનપુરમાં છેલ્લા 4 દિવસમાં હાર્ટ એટેકથી 56 લોકોના મોત થયા છે. કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં 26 લોકોના મોત થયા છે જ્યારે 30 લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે. જેમને હ્રદયરોગ કે બ્લડ પ્રેશરની બીમારી હોય તેઓએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. આ લોકોને ઠંડીમાં જ્યાં સુધી સૂર્ય બહાર ન આવે ત્યાં સુધી બહાર નાં નીકળવું જોઈએ. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. કાનપુરની કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં 18 જિલ્લાના લોકો સારવાર માટે આવે છે, જ્યાં ડૉક્ટરોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે