કામાખ્યા દેવી મંદિર પરિસરમાં માથુ કપાયેલી લાશ મળી, નરબલિની આશંકા

અસમની રાજધાની ગુવાહાટીના પશ્ચિમ છેડાપ ર આવેલા નીલાંચલ પર્વત પર આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ કામાખ્યા મંદિર પરિસર નજીક નવદુર્ગા મંદિરની સીડીઓ પર બુધવારે મધ્ય રાત્રે એક મહિલાની માથુ કપાયેલી લાશ જપ્ત થવાની વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. પરેશાનની વાત છેકે આગામી 22 જુનથી ચાલુ થવા જઇ રહેલી કામાખ્યા ધામમાં પ્રસિદ્ધ અમ્બુવાસી મેળાની તૈયારીઓમાં રહેલા પ્રશાસને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવા છતા મંદિર પરિસરની નજીક મળેલી માથુ કપાયેલી લાશથી 24 કલાક ચોકસીનાં દાવા પર સવાલિયો નિશાન  પેદા થઇ ચુક્યું છે. 
કામાખ્યા દેવી મંદિર પરિસરમાં માથુ કપાયેલી લાશ મળી, નરબલિની આશંકા

ગુવાહાટી : અસમની રાજધાની ગુવાહાટીના પશ્ચિમ છેડાપ ર આવેલા નીલાંચલ પર્વત પર આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ કામાખ્યા મંદિર પરિસર નજીક નવદુર્ગા મંદિરની સીડીઓ પર બુધવારે મધ્ય રાત્રે એક મહિલાની માથુ કપાયેલી લાશ જપ્ત થવાની વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. પરેશાનની વાત છેકે આગામી 22 જુનથી ચાલુ થવા જઇ રહેલી કામાખ્યા ધામમાં પ્રસિદ્ધ અમ્બુવાસી મેળાની તૈયારીઓમાં રહેલા પ્રશાસને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવા છતા મંદિર પરિસરની નજીક મળેલી માથુ કપાયેલી લાશથી 24 કલાક ચોકસીનાં દાવા પર સવાલિયો નિશાન  પેદા થઇ ચુક્યું છે. 

દરરોજ માત્ર થોડી મિનિટ કરો યોગના આ આસન, મગજ અને હૃદય રહેશે તંદુરસ્ત
ગુવાહાટી કામરુપ મેટ્રો પોલીસ કમિશ્નર દીપક કુમારની સાથે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને ક્ષેત્રની તપાસ કર્યા બાદ માહિતી આપતા જણાવ્યું કે, લાશની નજીકથી પુજન સામગ્રી પણ મળી આવી છે. બીજી તરફ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે. અત્યાર સુધી લાશની ઓળખ થઇ શકી નથી. નીલાંચલ પહાડી ખાતે કામાખ્યા ધામ ક્ષેત્રમાં રહેનારા લોકોને સંદેહ વ્યક્ત કર્યો છેકે નરબલિની ઘટના હોઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુઓનાં 51 શક્તિપીઠોમાંથી એક કામાખ્યા મંદિર વિશેષ રીતે તંત્ર સાધના માટે જાણીતું છે. 

VIDEO: રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યાં હતાં, ત્યારે રાહુલ ગાંધી 'આ' જોવામાં વ્યસ્ત હતાં
મંદિરમાં સદીઓથી ચાલી રહી છે બલિપરંપરા
ગુવાહાટીના પશ્ચિમ છેડે આવેલ કામાખ્યા જંક્શનથી માત્ર 6 કિલોમીટર દુર સમુદ્ર તળથી 800 ફુટની ઉંચાઇ પર નીલાંચલ પર્વત પર આવેલ છે. માન્યતા છે કે તાંત્રિકોને તંત્ર મંત્રની સિદ્ધિ કામાખ્યા ધામમાં પુજા અર્ચના અને ભૈંસ, બકરીની બલિની બલિ દીધા બાદ જ પુર્ણ થાય છે. 

ભારતીય સેનાના આ પગલાંથી પાકિસ્તાનની આતંકવાદની ફેક્ટરી પર લાગ્યું તાળું
અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરમાં આજે પણ ભેંસોની બલિ પ્રથા યથાવત્ત છે અને કદાચ એટલા માટે જ સ્થાનિક લોકો માથુ કપાયેલી લાશ મળી તેના પરથી અંદાજ લગાવી રહ્યા છે કે વર્ષો પહેલા પુર્ણ થઇ ચુકેલ નરબલિની પરંપરાની ઘટના હોઇ શકે છે. હાલ પોલીસે કહ્યું કે, તપાસ ચાલી રહી છે અને મંદિર પરિસરમાં લાગેલા 300 સીસીટીવી કેમેરાના ફુટેજની આધારે તપાસ ચાલી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news