હાથરસ: DMનો વિવાદિત VIDEO, પીડિતાના પરિજનોને કહ્યું- બદલી નાખો નિવેદન
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં 19 વર્ષની યુવતી સાથે થયેલી વિભત્સ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. આ ઘટના બાદથી દેશભરમાં રોષનો માહોલ છે અને તેના પર રાજકીય રોટલા શેકાવવાના શરૂ થઈ ગયા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથરસ જતા રોકવામાં આવ્યા. રાહુલને ગ્રેટર નોઈડામાં કસ્ટડીમાં લેવાયા બાદ સાંજે છોડી દેવાયા હતાં.
આ બધા વચ્ચે હાથરસના ડીએમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ડીએમ પીડિત પરિવાર સાથે વાતચીત કરી રહ્યા છે. ડીએમ પીડિતાના પરિવારવાળાને કહે છે કે અડધા મીડિયાવાળા જતા રહ્યા છે. અડધા કાલે સવાર સુધીમાં જતા રહેશે. અમે તમારી સાથે રહીશું. હવે તમારી ઈચ્છા છે કે તમારે નિવેદન બદલવું છે કે નથી બદલવું. તમે તમારી વિશ્વસનિયતા ઓછી ન કરો. જો કે આ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેની ZEE NEWS પુષ્ટિ કરતું નથી.
ડીએમનો વાયરલ વીડિયો...
હાથરસ પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો
રાજકીય ગરમાવા વચ્ચે હાથરસ (Hathras) ની પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. સફદરજંગ હોસ્પિટલના આ રિપોર્ટમાં ક્યાંય પણ રેપ (Rape) નો ઉલ્લેખ જ નથી. રિપોર્ટ મુજબ પીડિતાના ગળા પર ઈજાના નિશાન છે અને કરોડના મણકા તૂટી ગયા હતા. પીડિતાને બ્લડ ઈન્ફેક્શન અને હાર્ટ એટેક પણ આવ્યો હતો. રિપોર્ટ મુજબ મૃત્યુનું સમય 29 સપ્ટેમ્બર સવારના 6:55 મિનિટનો હતો.
નોંધનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ હાથરસના ચંદપા પોલીસ સ્ટેશન હદના એક ગામમાં 19 વર્ષની યુવતી સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી દેવાઈ. પહેલા તેને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરાઈ અને ત્યારબાદ સોમવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અહીં પીડિતાએ મંગળવારે દમ તોડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે