હાથરસ ગેંગરેપ કેસ CBIએ કર્યો ટેકઓવર, યોગી સરકારે કરી હતી ભલામણ

હાથરસ કેસને સીબીઆઈએ ટેકઓવર કરી લીધો છે. યોગી સરકારે હાથરસ કાંડની તપાસ માટે સીબીઆઈને ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારના ડીઓપીટી વિભાગના નોટિફિકેશન બાદ સીબીઆઈએ હાથરસ કેસને પોતાના હાથમાં લીધો છે. 
 

હાથરસ ગેંગરેપ કેસ CBIએ કર્યો ટેકઓવર, યોગી સરકારે કરી હતી ભલામણ

નવી દિલ્હીઃ હાથરસ કેસને સીબીઆઈએ ટેકઓવર કરી લીધો છે. યોગી સરકારે હાથરસ કાંડની તપાસ માટે સીબીઆઈને ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારના ડીઓપીટી વિભાગના નોટિફિકેશન બાદ સીબીઆઈએ હાથરસ કેસને પોતાના હાથમાં લીધો છે. જલદી સીબીઆઈ હાથરસ કેસની તપાસ શરૂ કરશે. 

હજુ સુધી હાથરસ કાંડની તપાસ એસઆઈટી કરી રહી હતી. હાલમાં આ તપાસને પૂરી કરવા માટે યૂપી સરકારે વધુ 10 દિવસનો સમય આપ્યો હતો, જેથી સત્ય સામે આવી શકે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલામાં વધતા પેચને કારણે સરકારે આ નિર્ણય કર્યો, પરંતુ હવે મામલો સીબીઆઈની પાસે પહોંચી ગયો છે. 

3 ઓક્ટોબરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ કેસની તપાસ માટે સીબીઆઈ પાસે કરાવવાનો આદેશ આપ્યો હતો. યોગી સરકારે આ આદેશ બાદ ગેંગરેપ પીડિતાની ભાભીએ કહ્યું હતું કે, અમે સીબીઆઈ તપાસ ઈચ્છતા નથી. કેસની ન્યાયિક તપાસ થવી જોઈએ. અમે જજની નજર હેઠળ તપાસ ઈચ્છીએ છીએ. 

— CM Office, GoUP (@CMOfficeUP) October 3, 2020

સીએમ યોગી તરફથી આ આદેશ તેવા સમયે આવ્યો હતો જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારને મળવા પહોંચ્યા હતા. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ બંધ રૂમમાં પીડિતાના પરિવારની મુલાકાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news