શું તમારી હથેળી પર છે આ ખાસ ત્રિશૂલનું નિશાન? બનાવી દેશે માલામાલ.. જલદી કરો ચેક
જ્યોતિર્વિદ પ્રીતિકા મજૂમદાર અનુસાર હાથની રેખાઓ અને નિશાન ગમે તે વ્યક્તિના વ્યક્તિત્વના રાઝ ખોલી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ તિર્વિદ પ્રીતિકા મજૂમદાર અનુસાર હાથની રેખાઓ અને નિશાન ગમે તે વ્યક્તિનું રાઝ ખોલી શકે છે અને તે વ્યક્તિનું ભવિષ્ય પણ જણાવે છે. જો તમારી હથેળી પર ત્રિશૂલનું નિશાન છે તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. આ તે વાતનો સંકેત આપે છે કે તમારૂ નસીબ ખુબ સારૂ છે. ત્રિશૂલનું નિશાન દરેકની હથેળી પર જોવા મળતું નથી.
હાથમાં ત્રિશૂલનો શું અર્થ છે
પરંતુ જે લોકોના હાથમાં ત્રિશૂલનું આ નિશાન હોય છે તેમાં પણ આ નિશાન કઈ જગ્યા પર છે તેને જાણવું ખુબ જરૂરી છે. ખુબ ઓછા લોકો છે જેની હથેળી પર લકી પોઝિશન પર ત્રિશૂલનું નિશાન હોય છે. તો ચેક કરો તમારો હાથ. ત્રિશૂલની બે સ્થિતિ હોઈ શકે છે. એક ત્રિશૂલ ઉપરની તરફ એટલે કે આંગળીઓની દિશામાં અને બીજુ નીચે તરફ જતું ત્રિશૂલ. તેમ કહેવામાં આવે છે કે ઉપરની દિશા તરફનું ત્રિશૂલ ખુબ સકારાત્મક અને વધુ પ્રભાવશાળી હોય છે, જ્યારે નીચેની દિશાનું ત્રિશૂલ ઓછું પ્રભાવશાળી હોય છે.
કોના હાથમાં બેલું હોય છે ત્રિશૂલ
શુક્ર પર્વત પર ત્રિશૂલનું નિશાન છે તો તે વ્યક્તિ પ્રેમના મામલામાં ખુબ ભાગ્યશાળી હોય છે. આવી વ્યક્તિ ખુબ સંવેદનશીલ હોય છે અને બીજાની સાથે સહાનુભૂતિ હોય છે. તેને સૌંદર્ય પ્રત્યે આકર્ષણ હોય છે.
હસ્તરેખાની સંપૂર્ણ જાણકારી
મંગળ પર્વત પર ત્રિશૂલ પર્વતના ઉપરના ભાગમાં ત્રિશૂલનું નિશાન છે તો તેનો અર્થ છે કે તે વ્યક્તિને જીવનમાં પૈસાની કમી રહેશે નહીં. નિચલા મંગળ પર્વત પર આવું નિશાન છે તો આ વ્યક્તિ ખુબ સારો એથલીટ હનશે કે પોલીસ અધિકારી કે કોઈ એવા પ્રોફેશનમાં જશે કારણ કે આ પર્વત પર ત્રિશૂલ હોવાનો સંબંધ ગુસ્સા, સાહસ વગેરે સાથે છે.
માથાની રેખા પર ત્રિશૂળ
જો હેડ લાઇન પર ચિત્ર અનુસાર ત્રિશૂલનું નિશાન છે તો તે કરિયરમાં સફળતા પ્રાપ્ત કરવાનો સંકેત છે. તે જણાવે છે કે બુધથી વ્યક્તિને બિઝનેસ અને કમ્યુનિકેશન સ્કિલ મળે છે, જ્યારે માથાની રેખાથી વ્યાવહારિક બુદ્ધિ અને કલ્પનાશીલતા. તેવામાં વ્યક્તિમાં સંતુલન સ્થાપિત થાય છે.
ચંદ્ર પર્વત પર ત્રિશૂલ
ચંદ્ર પર્વત પર ત્રિશૂલનું નિશાન વ્યક્તિને ખુબ કલ્પનાશીલ અને રચનાત્મક બનાવે છે. આવા વ્યક્તિ સ્વભાવથી ખુબ રોમેન્ટિક હોય છે.
હાર્ટ લાઇન પર ત્રિશૂલ
હાર્ટ લાઇન પર ત્રિશૂલને ખુબ શુભ માનવામાં આવે છે, ખાસ કરીને જો આ નિશાન ચિત્રમાં દેખાડેલા અનુસાર ગુરૂ પર્વત પર હોય તો તેને વધુ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી વ્યક્તિ ભાવુક હોય છે અને ઘણીવાર બીજાની ચાલાકી સમજી શકતા નથી.
ગુરૂ પર્વત પર ત્રિશૂલનું નિશાન
ગુરૂ પર્વત પર ત્રિશૂલનું નિશાન પણ જીવનમાં મોટી સફલતા અને ઓળખનો સંકેત આપે છે. આવો વ્યક્તિ ખુબ મહત્વકાંક્ષી અને લીડ કરનારો હોય છે. આ નિશાન તેવા લોકોમાં હોય છે તેને નેતૃત્વ કરવાની જવાબદારી મળેલી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે