હાશિમપુરા કાંડ: 31 વર્ષ જૂના કેસમાં 16 PAC જવાનોને આજીવન કેદ, પીડિતના પિતા ખુશ
વર્ષ 1987 હાશિમપુરા નરસંહાર કાંડમાં દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પલટી નાખતા તમામ 16 દોષિત પીએસી (Provincial Armed Constabulary) જવાનોને આજીવનકેદની સજા સંભળાવી છે.
Trending Photos
નવી દિલ્હી: વર્ષ 1987 હાશિમપુરા નરસંહાર કાંડમાં દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પલટી નાખતા તમામ 16 દોષિત પીએસી (Provincial Armed Constabulary) જવાનોને આજીવનકેદની સજા સંભળાવી છે. ટ્રાયલ કોર્ટે આ મામલે તમામ 16 જવાનોને શંકાનો લાભ આપતા છોડી મૂક્યા હતાં. ત્યારબાદ પીડિત પક્ષે ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ચુકાદો આવ્યાં બાદ નરસંહારકાંડમાં એક પીડિતના પિતા જમાલુદ્દીને કહ્યું કે હાઈકોર્ટનો ચુકાદો અમારા પક્ષમાં છે. અમે ખુશ છીએ. તેમણે કહ્યું કે અમે 31 વર્ષ સુધી રાહ જોઈ છે. દોષિતોને આખરે સજા મળી ગઈ.
અત્રે જણાવવાનું કે દિલ્હી હાઈકોર્ટના ન્યામૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે નીચલી કોર્ટના ચુકાદાને પલટીને 16 પીએસી જવાનોને આજીવનકેદની સજા ફટકારી. નીચલી કોર્ટે શંકાનો લાભ આપીને તેમને છોડી મૂક્યા હતાં. હાઈકોર્ટે Provincial Armed Constabularyના 16 પૂર્વ જવાનોને હત્યા, અપહરણ, અપરાધિક ષડયંત્ર તથા પૂરાવાને નષ્ટ કરવાના દોષી ગણાવ્યાં. કોર્ટે નરસંહારને પોલીસ દ્વારા હથિયાર વગરના, નિર્દોષ લોકોની 'લક્ષિત હત્યા' ગણાવી.
હાશિમપુરા હત્યાકાંડ.. શું છે મામલો? તે જાણો
ફેબ્રુઆરી 1986માં કેન્દ્ર સરકારે બાબરી મસ્જિદના તાળા ખોલવાનો આદેશ આપ્યો ત્યારે વેસ્ટ યુપીમાં માહોલ ગરમાઈ ગયો. ત્યારબાદ 14 એપ્રિલ 1987થી મેરઠમાં ધાર્મિક ઉન્માદ શરૂ થયો. અનેક લોકોની હત્યા થઈ, દુકાનો અને ઘરોમાં આગજની કરવામાં આવી. હત્યા, આગજની અને લૂંટની ઘટનાઓ વધી. ત્યારબાદ પણ મેરઠમાં રમખાણોની ચિંગારી શાંત થઈ નહીં. આ બધાને જોતા મે મહિનામાં મેરઠ શહેરમાં કરફ્યુ લગાવવામાં આવ્યો અને શહેરમાં સેનાના જવાનોએ મોરચો સંભાળ્યો.
આ દરમિયાન 22 મે 1987ના રોજ પોલીસ, પીએસી અને મિલેટ્રીએ હાશિમપુરા મોહલ્લામાં સર્ચ અભિયાન ચલાવ્યું. એવો આરોપ છે કે જવાનોએ અહીં રહેતા કિશોર, યુવક, અને વડીલો સહિત 00 જેટલા લોકોને ટ્રકોમાં ભરીને પોલીસ લાઈનમાં લઈ ગઈ. સાંજના સમયે પીએસીના જવાનો એક ટ્રકને દિલ્હી રોડ પર મુરાદનગર ગંગનહેર પર લઈ ગયા હતાં. તે ટ્રકમાં લગભગ 50 લોકો હતાં. ત્યાં ટ્રકથી ઉતારીને જવાનોએ લોકોને ગોળી માર્યા બાદ એક પછી એક કરીને ગંગનહેરમાં ફેંકી દીધા. આ ઘટનામાં 8 લોકો બચી ગયા હતાં. જેમણે ત્યારબાદ પોલીસ સ્ટેશન જઈને રિપોર્ટ નોંધાવ્યો હતો. આ ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.
જવાનો પર હતો આરોપ
હાશિમપુરા નરસંહાર મામલે જવાનો પર આરોપ હતો કે તેમણે એક ગામથી પીડિતોનું અપહરણ કરીને તેમને ગંગનગર પાસે લઈ જઈ હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં હત્યા બાદ જવાનોએ બધાના મૃતદેહો નહેરમાં ફેંકી દીધા હતાં. હાઈકોર્ટે આ મામલે છ સપ્ટેમ્બરે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હીની તીસહજારી કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો. 21 માર્ચ 2015ના રોજ નીચલી કોર્ટે પોતાના ચુકાદામાં તમામ 16 આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતાં. કોર્ટે કહ્યું હતું કે પ્રોસિક્યુશન પક્ષ આરોપીઓની અને તેમના વિરુદ્ધ લાગેલા આરોપોને સાબિત કરી શક્યો નથી.
ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને યુપી સરકારના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અને કેટલાક અન્ય પીડિતોએ હાઈકોર્ટમાં પડકાર્યા હતાં. આ ઉપરાંત ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ અરજી દાખલ કરીને તત્કાલિન મંત્રી પી ચિદમ્બરમની ભૂમિકાની તપાસ માટે અલગથી અરજી દાખલ કરી હતી. કોર્ટે તમામ અરજીઓ પર એક સાથે સુનાવણી કરી. જો કે આ મામલે 17 આરોપીઓ બનાવવામાં આવ્યાં હતાં પરંતુ ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નિપજ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે