Corona Vaccine: Covaxin ની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ, હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રીએ મૂકાવી રસી
Trending Photos
અંબાલા: ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિનની ત્રીજી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજે પણ રસી મૂકાવી. તેઓ આ ટ્રાયલ માટે પોતે વોલેન્ટિયર બન્યા. તેમણે રોહતક પીજીઆઈના ડોક્ટરોના સંરક્ષણમાં આ રસી મૂકાવી. ત્રીજા તબક્કા દરમિયાન 25800 લોકો પર ટ્રાયલ થવાની છે.
Covaxin ના ત્રીજા તબક્કાની ટ્રાયલ હરિયાણાના રોહતકમાં શુક્રવારે શરૂ થઈ. રાજ્યના ગૃહમંત્રી અનિલ વીજે પહેલા રસી મૂકાવી. દેશમાં કુલ 25800 લોકો પર રસીની ટ્રાયલ થવાની છે. પીજીઆઈ રોહતકના વાઈસ ચાન્સેલરે કહ્યું હતું કે કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ શુક્રવારથી શરૂ થઈ. પહેલા 200 વોલેન્ટિયર્સને ડોઝ આપવામાં આવ્યો છે.
67 વર્ષના છે અનિલ વીજ
કોવિડ 19ની દેશી રસી કોવેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણ હેઠળ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજે સ્વેચ્છાએ આ રસીની ટ્રાયલ દરમિયાન રસી મૂકાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ભાજપના 67 વર્ષના દિગ્ગજ નેતાને અંબાલા છાવણીની સિવિલ હોસ્પિટલમાં પરીક્ષણ તરીકે રસી મૂકવામાં આવી.
#WATCH Haryana Health Minister Anil Vij being administered a trial dose of #Covaxin, at a hospital in Ambala.
He had offered to be the first volunteer for the third phase trial of Covaxin, which started in the state today. pic.twitter.com/xKuXWLeFAB
— ANI (@ANI) November 20, 2020
વીજે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'પીજીઆઈ રોહતકના ડોક્ટરો અને સ્વાસ્થ્ય વિભાગની ટુકડીની નિગરાણીમાં મને આવતી કાલે સવારે 11 વાગે અંબાલા છાવણીી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસની રસી કોવેક્સિનનો પરીક્ષણ ડોઝ આપવામાં આવશે. જે ભારત બાયોટેકનું ઉત્પાદન છે.'
અનિલ વીજ અંબાલા છાવણીથી ધારાસભ્ય છે. તેમણે બુધવારે કહ્યું હતું કે હરિયાણામાં 20 નવેમ્બરથી કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ થશે. તેમણે કહ્યું કે તેઓ પરીક્ષણ હેઠળ સૌથી પહેલા રસી મૂકાવવા તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે