આર્મીમાં નોકરીને લઈને આવ્યા મોટા બદલાવ, સરળતાથી મળશે એન્ટ્રી
અત્યાર સુધી સેનામાં સૈનિક પદ પર ભરતી માટે પુરુષ ઉમેદવારોને ઓછામાં ઓછા વજનની મર્યાદા 50 કિલો અને વધુમાં વધુ 62 કિલો નક્કી કરાયું હતું. પરંતુ હવે આ નિયમમાં લંબાઈની સાથે વધુ વજનની મર્યાદા પણ વધશે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય સેનામાં ભરતી પ્રક્રિયાન લઈને ઉમેદવારોને મોટી રાહત મળી છે. હકીકતમાં મિલીટરી પોસ્ટ (Military Post ) એટલે કે સૈનિક ભરતી માટે પુરુષ ઉમેદવારોની યોગ્યતામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરતી થનારા પુરુષ ઉમેદવારોનુ વજન હવે લંબાઈને અનુરૂપ નક્કી કરવામાં આવશે. આ પહેલા આ નિયમ સેનામાં ભરતી થનારા અધિકારીઓ માટે હતો, પરંતુ હવે આ નિયમ સૈનિક પદ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે.
આ થયો છે બદલાવ
પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધી સેનામાં સૈનિક પદ પર ભરતી માટે પુરુષ ઉમેદવારોને ઓછામાં ઓછા વજનની મર્યાદા 50 કિલો અને વધુમાં વધુ 62 કિલો નક્કી કરાયું હતું. પરંતુ હવે આ નિયમમાં લંબાઈની સાથે વધુ વજનની મર્યાદા પણ વધશે.
આ ઉપરાંત સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને ફિટનેસ (Fitness) પર પહેલાથી વધુ ધ્યાન આપવું પડશે. તેઓએ હવે ઓછામાં ઓછું 50 કિલો વજનની જગ્યાએ પોતાની લંબાઈ અનુસાર વજનના માપદંડમાં સફળતા મેળવવી પડશે. સેના હવે યોગ્ય અને દમદાર ઉમેદવારોની પસંદગી માટે વજનના માપદંડમાં બદલાવ કરવા જઈ રહી છે.
વધુ વજનની મર્યાદા પણ વધશે
ભારતીય સેનામાં અત્યાર સુધી અલગ અલગ રાજ્યોની ભૌગોલિક સ્થિતિ અનુસાર ત્યાં લોકો માટે લંબાઈ નક્કી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં સૈનિક જીડી, સૈનિક ટેકનિ, ટ્રેંડ્સમેન, સ્ટોર કીપર અને ટેકનિકલ તથા નર્સિંગ સહાયક જેવા પદ માટે શારીરિક માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા.
સૈનિક જીડીના પદ માટે ઉમેદવારોની ઓછામાં ઓછી લંબાઈ 170 સેમી અને વજન 50 કિલોગ્રામ છે. જોકે, 62 કિલોથી વધુ ભાર થવા પર ઉમેદવારને વધુ વજની બતાવીને અયોગ્ય જાહેર કરવામાં આવતા હતા. હવે નવા માપદંડમાં વધુ વજનની મર્યાદા પણ લંબાઈની સાથે વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે