કરફ્યૂ બાદ મહત્વનો નિર્ણય : અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી નહિ દોડે એસટી બસો
Trending Photos
- અમદાવાદથી અન્ય 300 સ્થળોને જોડતી સેવાઓ બંધ કરાઈ.
- વડોદરાથી અમદાવાદ જતી એસટી બસો બંધ કરવાની જાહેરાત કરાઈ.
- આજે બપોરે 3 વાગ્યાથી રાજકોટથી અમદાવાદ જતી તમામ બસ બંધ કરાઈ
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં કરફ્યૂ (curfew) લાગુ કર્યા બાદ હવે બસોની અવરજવર પર બ્રેક લાગી છે. અમદાવાદથી આવતી જતી તમામ એસટી બસોના રૂટ બંધ કરવાનો વાહન વ્યવહાર વિભાગે નિર્ણય લીધો છે. અમદાવાદ એસટી વિભાગે જણાવ્યું કે, અમદાવાદથી અન્ય 300 સ્થળોને જોડતી સેવાઓ બંધ કરાઈ છે. કોવિડની સ્થિતિને કારણે આ નિર્ણય લેવાયો છે. તો સાથે જ અન્ય શહેરોએ પણ અમદાવાદ આવતી બસો (ST bus) પર પ્રતિબંધ મૂક્યો છે. રાજકોટ અને વડોદરાથી અમદાવાદ આવતી બસો પર બ્રેક મૂકાયો છે.
અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા બંધ રહેશે. રાત્રે નવ વાગ્યા શહેરમાં પછી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન વિશે CM રૂપાણીનું મોટું નિવેદન
વડોદરાથી અમદાવાદ બસ નહિ આવે
વડોદરાથી અમદાવાદ જતી એસટી બસો બંધ કરવાની જાહેરાત કરાઈ છે. જે મુજબ આજે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વડોદરાથી અમદાવાદ જતી બસ બંધ રહેશે. વડોદરાથી અમદાવાદ જતી 250 બસના પૈડા આ નિર્ણયથી થંભી ગયા છે. ઉલ્લેખનીય છે કે, એસટી બસો રોજ વડોદરાથી અમદાવાદ 800 ટ્રીપ મારે છે. ત્યારે હવે નાગરિકો વડોદરાથી અમદાવાદ બસમાં નહિ જઈ શકે. તેઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડશે.
રાજકોટથી અમદાવાદ જતી તમામ બસ બંધ
રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા જાહેરાત કરાઈ છે કે, આજે બપોરે 3 વાગ્યાથી રાજકોટથી અમદાવાદ જતી તમામ બસ બંધ કરાઈ છે. અમદાવદામાં કરફ્યૂ હોવાથી રાજકોટની અમદાવાદની બસોની અવરજવર બંધ કરાઈ છે. આજે બપોરે 3 વાગ્યાથી સોમવાર સુધી એસટી બસો પણ બંધ. આમ, રાજકોટ અને અમદાવાદ વચ્ચેનું અવરજવર બંધ કરાયું છે તેવું રાજકોટ તંત્ર અને એસટી વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે.
અમદાવાદમા એએમટીએસ બસો પણ બંધ
અમદાવાદમાં કરફ્યૂને પગલે એએમટીએસ તંત્ર દ્વારા પણ મોટો નિર્ણય લેવાયો છે. કર્ફ્યુના પગલે અમદાવાદમાં આજથી એએમટીએસની બસો નહિ દોડે. આજે રાત્રે 9 વાગ્યા થી સોમવારે સવારે 6 કલાક સુધી સેવા બંધ રહેશે. સોમવારથી રાત્રિ દરમિયાન સવારના કરફ્યૂમાં પણ એએમટીએસ નહિ દોડે. ત્યારે તંત્ર દ્વારા જણાવાયું કે, સરકાર તરફ સુચના મળશે તો એરપોર્ટ અને રેલવે પર બસો સ્પેશિયલ કેસમાં મૂકાશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રોજની 700 બસ દોડતી હતી. આજે રાત્રે 9 વાગ્યાથી એએમટીએસ અને બીઆરટીએસના પૈડા સોમવાર સવાર સુધી થંભી જશે. સોમવારથી જ્યા સુધી કરફ્યૂ ચાલશે ત્યાં સુધી રાત્રે 8 વાગ્યા સુધી બસ નહિ દોડે. ત્યારે એએમટીએસની રોજની આવક પર અસર પડશે. એએમટીએસની રોજની 10 લાખની આવક થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે