હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, આ પાર્ટી બનશે કિંગમેકર!
Trending Photos
નવી દિલ્હી: હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે જે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી તેના આજે પરિણામનો દિવસ છે. તમામ બેઠકોના રૂઝાન આવી ગયા છે જેમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરી ટક્કર છે. જો કે આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન સારૂ જોવા મળી રહ્યું છે. રૂઝાનો પર જેજેપીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કોઈ 40 બેઠકો પાર કરી શકશે નહીં. સત્તાની ચાવી જેજેપી પાસે રહેશે. 26-27 બેઠકો પર અમારી સીધી લડત છે.
#WATCH Jannayak Janata Party (JJP) leader Dushyant Chautala in Jind: Haryana ki janta ka pyar mil raha hai. Badlaav ki nishaani hai. 75 paar toh fail hogaya (for BJP), ab Yamuna paar karne ki baari hai. #HaryanaAssemblyPolls pic.twitter.com/ufdyqtkqLz
— ANI (@ANI) October 24, 2019
ભાજપ કે કોંગ્રેસ સાથે ગઠબંધનના સવાલ પર દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે પરિણામ આવ્યાં બાદ અમે વિધાયક દળની બેઠક કરીશું. તેમાં નિર્ણય લેવાશે. એક્ઝિટ પોલના પરિણામો પર ધ્યાન આપીએ તો દુષ્યંત ચૌટાલાની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વની જોવા મળી રહી છે. તેમના નિવેદનનો એવો અર્થ પણ કાઢી શકાય કે હરિયાણા પર કરાયેલા એક્ઝિટ પોલ પર દુષ્યંત ચૌટાલાને ભરોસો છે.
જુઓ LIVE TV
હરિયાણામાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીના હાથમાં સત્તાની ચાવી જોવા મળી રહી છે. એ વાત એક એક્ઝિટ પોલમાં બહાર આવી હતી. હાલ હરિયાણામાં પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે