Gyanvapi Masjid Survey: વારાણસી કોર્ટનો મહત્વનો આદેશ, કહ્યું- જ્યાંથી શિવલિંગ મળ્યું તે જગ્યા તરત સીલ કરો
વારાણસી કોર્ટે જિલ્લાધિકારીને આદેશ આપતા કહ્યું કે જે સ્થળ પર શિવલિંગ મળી આવ્યું છે તે સ્થળને તત્કાળ પ્રભાવથી સીલ કરી દો અને કોઈ પણ વ્યક્તિને ત્યાં ન જવા દો. તેની જવાબદારી જિલ્લા પ્રશાસન અને સીઆરપીએફને સોંપવામાં આવી છે.
Trending Photos
Gyanvapi Masjid Survey: જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળી આવ્યાના દાવા બાદ વારાણસી કોર્ટે તે જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો છે. અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપી મસ્જિદના સરવેનું કાર્ય આજે ત્રીજા દિવસે પૂર્ણ થયું. આ દરમિયાન હિન્દુ પક્ષ દ્વારા મોટો દાવો કરાયો છે. તેમના દાવા મુજબ બાબા (શિવલિંગ) મળી ગયા છે. જે વિચાર્યું તેના કરતા વધુ પ્રમાણ મળી આવ્યા છે.
તત્કાળ પ્રભાવથી જગ્યા સીલ કરવાનો આદેશ
વારાણસી કોર્ટે જિલ્લાધિકારીને આદેશ આપતા કહ્યું કે જે સ્થળ પર શિવલિંગ મળી આવ્યું છે તે સ્થળને તત્કાળ પ્રભાવથી સીલ કરી દો અને કોઈ પણ વ્યક્તિને ત્યાં ન જવા દો. તેની જવાબદારી જિલ્લા પ્રશાસન અને સીઆરપીએફને સોંપવામાં આવી છે. કોર્ટે અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી પણ નક્કી કરી છે. પોતાના આદેશમાં વારાણસી કોર્ટે કહ્યું કે જિલ્લાધિકારી, પોલીસ કમિશનર અને સીઆરપીએફ કમાન્ડેન્ટને આદેશ આપવામાં આવે છે કે જે સ્થળને સીલ કરવામાં આવ્યું છે તે સ્થળને સંરક્ષિત અને સુરક્ષિત રાખવાની સંપૂર્ણ વ્યક્તિગત જવાબદારી ઉપરોક્ત સમસ્ત અધિકારીઓની વ્યક્તિગત રીતે ગણાશે.
कोर्ट ने कहा है कि वर्जित स्थान को संरक्षित एवं सुरक्षित रखने की पूर्ण व्यक्तिगत ज़िम्मेदारी ज़िला मजिस्ट्रेट वाराणसी, पुलिस कमिश्नर, पुलिस कमिश्नरेट वाराणसी तथा CRPF कमांडेंट वाराणसी की होगी।
— ANI_HindiNews (@AHindinews) May 16, 2022
હિન્દુ પક્ષનો શિવલિંગ મળ્યાનો દાવો
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં જેવો આજે સરવે પૂરો થયો કે દાવા પર દાવા થવા લાગ્યા. ત્રીજા અને છેલ્લા દિવસે સરવેનું કામ પૂરું થયા બાદ જ્યારે ટીમ બહાર આવી તો હિન્દુ પક્ષ શિવલિંગ મળ્યાનો દાવો કરવા લાગ્યો. હિન્દુ પક્ષના જણાવ્યાં મુજબ જેવું વજૂખાનામાંથી પાણી કાઢ્યું બધા ઝૂમી ઉઠ્યા કારણ કે ત્યાં શિવલિંગ હતું.
જ્ઞાનવાપીને લઈ વારાણસી કોર્ટનો આદેશ : 'જ્યાં શિવલિંગ મળ્યું તે જગ્યા સીલ કરવા આદેશ'
- DM, કમિશનર અને CRPFને વારાણસી કોર્ટનો આદેશ, શિવલિંગ વાળી જગ્યા સુરક્ષિત કરો
- હિંદુ પક્ષે જગ્યા સીલ કરવાની કરી હતી માગ #gyanvapimasjid #gyanvapimosque #gyanvapi #ZEE4Kalak pic.twitter.com/CunQ0FWYHQ
— Zee 24 Kalak (@Zee24Kalak) May 16, 2022
શિવલિંગ મળ્યાનો દાવો કરાયો તે જગ્યા સીલ કરવાની માંગણી
આ મામલે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને દાવો કરતાકહ્યું કે અમને શિવલિંગ મળી આવ્યું છે. ત્યારબાદ થોડીવાર પછી હિન્દુ પક્ષના અન્ય વકીલ મદન મોહન યાદવે કહ્યું કે વજૂખાનામાંથી 12 ફૂટ 8 ઈંચનું શિવલિંગ મળ્યું છે. તેમનો દાવો છે કે આ શિવલિંગ નંદીજીની સામે છે અને બધુ પાણી કાઢીને જોવામાં આવ્યું છે. શિવલિંગ 12 ફૂટ 8 ઈંચનું છે. જે ખુબ અંદર ઊંડાણ સુધી છે. શિવલિંગ મળ્યું તો લોકો ઝૂમી ઉઠ્યા હતા અને નારા લગાવવા લાગ્યા હતા. વારાણસી કોર્ટમાં હિન્દુ પક્ષના વકીલે માગણી કરી કે સીઆરપીએફને અંદર મોકલીને તે વિસ્તારને સીલ કરવામાં આવે. ડીએમને તત્કાળ આ આદેશ આપવામાં આવે.
મુસ્લિમ પક્ષે દાવો નકાર્યો
શિવલિંગ મળ્યા મામલે મુસ્લિમ પક્ષે કહ્યું કે એવું કઈ નથી. અમે તમામ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીશું.
અત્રે જણાવવાનું કે સૂત્રોના જણાવ્યાં મુજબ આજે સરવેની ટીમ નંદી સામે બનેલા કૂવા તરફ આગળ વધી હતી. વોટર રેસિસ્ટન્ટ કેમેરા કૂવામાં નાખીને વીડિયોગ્રાફી કરવામાં આવી છે. આ અગાઉ રવિવારે થયેલા સરવેમાં પક્ષમી દીવાલ, નમાઝ સ્થળ, વજૂ સ્થળ ઉપરાંત ભોયરાનો પણ સરવે કરવામાં આવ્યો હતો. સોહનલાલે મસ્જિદના પશ્ચિમી ભાગની પણ તપાસ કરાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે આ ભાગની પણ તપાસ થવી જોઈએ. ત્યાં શ્રૃંગાર ગૌરીની અન્ય પ્રતિમાઓ મળી આવશે. અત્રે જણાવવાનું કે આ મામલે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ કહ્યું કે સરવેનો રિપોર્ટ 17મીએ રજૂ કરવાનો રહેશે.
જ્ઞાનવાપી મામલે આવતી કાલે સુપ્રીમમાં સુનાવણી
બીજી બાજુ જ્ઞાનવાપી મસ્જિદ સરવે મામલે સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે સુનાવણી હાથ ધરાશે. મસ્જિદનો સરવે કરાવવાના વારાણસી કોર્ટના આદેશ વિરુદ્ધ અંજુમન મસ્જિદ કમિટીની અરજી જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી બેન્ચમાં આવતી કાલે સુનાવણી થશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે