'બ્રહ્મચર્ય' પર અડી ગયેલી પત્ની સંબંધ બાંધવાનો કરતી હતી ઈન્કાર, આખરે કોર્ટે પતિને અપાવ્યો ન્યાય

મામલો કઈક એવો હતો કે તે વ્યક્તિની પત્ની એક પંથથી પ્રભાવિત હતી અને તેણે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે એક દાયકા સુધી શારીરિક સંબંધ બનાવવાની ના પાડી દીધી. આ કપલના 2009માં લગ્ન થયા હતા અને મહિલા એક સિઝોફ્રેનિયા રોગી હતી. પતિ એમડી છે જ્યારે પત્ની આયુર્વેદ ડોક્ટર છે. 

'બ્રહ્મચર્ય' પર અડી ગયેલી પત્ની સંબંધ બાંધવાનો કરતી હતી ઈન્કાર, આખરે કોર્ટે પતિને અપાવ્યો ન્યાય

ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના એક કેસની સુનાવણી કરી જેમાં વ્યક્તિના ડિવોર્સને મંજૂરી આપી દીધી. મામલો કઈક એવો હતો કે તે વ્યક્તિની પત્ની એક પંથથી પ્રભાવિત હતી અને તેણે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે એક દાયકા સુધી શારીરિક સંબંધ બનાવવાની ના પાડી દીધી. આ કપલના 2009માં લગ્ન થયા હતા અને મહિલા એક સિઝોફ્રેનિયા રોગી હતી. પતિ એમડી છે જ્યારે પત્ની આયુર્વેદ ડોક્ટર છે. 

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ પતિએ 2012માં ફેમિલી કોર્ટમાં ડિવોર્સ કેસ દાખલ કર્યો હતો જેમાં એ આધાર પર  ક્રુરતાનો આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની સિઝોફ્રેનિયાની દર્દી હતી અને એક આધ્યાત્મિક પંથની અનુયાયી હતી તથા તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માંગતી નહતી. પતિના જણાવ્યાં મુજબ પત્ની બ્રહ્મચર્ય પર એ હદે અડી ગઈ હતી કે તેણે શારીરિક સંબંધ બનાવવા પર આત્મહત્યા કરવાની પણ ધમકી આપી દીધી હતી. પતિએ કહ્યું કે લગ્ન પહેલા તેને તેની પત્નીની માનસિક સ્થિતિ વિશે અંધારામાં રાખવામાં આવ્યો હતો અને આ  ક્રુરતા સમાન છે. 2018માં ફેમિલી કોર્ટે પતિના દાવાને ફગાવતા પતનીના એ તર્કને સ્વીકારી લીધો કે પતિએ પોતાના પુરાવામાં સુધારો કર્યો હતો. 

ત્યારબાદ પતિ ગુજરાત હાઈકોર્ટ ગયો જ્યાં તેણે સિઝોફ્રેનિયા માટે પત્નીની સારવાર કરી રહેલા ડોક્ટરો અને અન્ય સાક્ષીઓની જુબાની રજૂ કરી, જેમણે ફેમિલી કોર્ટમાં સાક્ષી પૂરી હતી કે પતિની 2011થી સાસરાના ઘરમાં રહેતી નહતી. 

ગુજરાત હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે પત્નીની મેડિકલ સ્થિતિ, પોતાના વૈવાહિક સંબંધો નિભાવવાનો ઈન્કાર કરવો, અને 12 વર્ષ સુધી સાસરીવાળા ઘરથી દૂર રહેવું એ એવું માનવા માટે પુરતો આધાર હતો કે લગ્ન તૂટી ગયા હતા અને પર્ણ થયા નહતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news