આ કંપનીને થયો જબરદસ્ત નફો, દરેક શેર પર શાનદાર ડિવિડન્ડ આપવાની જાહેરાત
કંપનીએ ત્રિમાસિક પરિણામોની પણ જાહેરાત કરી. ગત નાણાકીય વર્ષની સરખામણીમાં આ વખતે 49 ટકા નફો વધ્યો છે. ગત વર્ષે 6334 કરોડનો નફો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષે ડિસેમ્બર ત્રિમાસિકમાં 9444 કરોડ રૂપિયા સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ થયો છે.
Trending Photos
દેશની સૌથી મોટી વીમા કંપની LIC એ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની પોતાના શેરધારકોને પ્રતિ શેર 4 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપશે. ભારતીય જીવન વીમા નિગમે 8 ફેબ્રુઆરીના રોજ કહ્યું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2023-24 માટે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા દરેક ઈક્વિટી શેર પર 4 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સાથે જ કંપનીએ ત્રિમાસિક પરિણામોની પણ જાહેરાત કરી. ગત નાણાકીય વર્ષની સરખામણીમાં આ વખતે 49 ટકા નફો વધ્યો છે. ગત વર્ષે 6334 કરોડનો નફો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષે ડિસેમ્બર ત્રિમાસિકમાં 9444 કરોડ રૂપિયા સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ થયો છે. ગુરુવારે એલઆઈસીના શેર બીએસઈ પર 5.86 ટકાના વધારા સાથે 1106.25 રૂપિયાના ભાવે બંધ થયા હતા.
રેકોર્ડ ડેટ ક્યારે
એલઆઈસીના બોર્ડે વચગાળાના ડિવિડન્ડની ચૂકવણી માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 21 ફેબ્રુઆરી 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આ વચગાળાનું ડિવિડન્ડ જાહેરાત થયાની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવામાં આવશે.
કંપની ડિવિડન્ડ પર કુલ 2529 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કંપનીમાં સરકારની ભાગીદારી 96.5 ટકા છે. આવામાં તેને ડિવિડન્ડ તરીકે તેને 2240 કરોડ મળશે. સરકારને બાદ કરતા શેરધારકોને 89 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળશે. આ અગાઉ કંપનીએ જુલાઈ 2023માં 3 રૂપિયા પ્રતિ શેર અને ઓગસ્ટ 2022માં 1.5 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
ત્રિમાસિક પરિણામો
ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોમાં કંપનીનો નેટપ્રોફિટ વાર્ષિક આધાર પર 49 ટકા વધીને 9441 કરોડ રૂપિયા થઈ ગયો છે. એક વર્ષ પહેલાના આ જ સમયગાળામાં કંપનીનો નફો 6334 કરોડ રૂપિયા હતો. એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું છે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં નેટ પ્રીમિયમ આવક 4.67 ટકા વધીને 1.17 લાખ કરોડ રૂપિયા થઈ છે. જે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં 1.11 લાખ કરોડ રૂપિયા હતી. એલઆઈસીની ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ 2.15 ટકા રહી છે. જે ગત વર્ષે 5.02 ટકા હતી. જ્યારે કંપનીનો સોલ્વેન્સી રેશિયો 1.93 ટકા રહ્યો જે ગત વર્ષે આ જ સમયગાળામાં 1.85 ટકા હતો. ડિસેમ્બર 2023 ત્રિમાસિકના અંતમાં એલઆઈસીની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વધીને 49.66 લાખ કરોડ પર પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે