મહિલાની નિર્દયતાથી પીટાઈનો Video થયો વાયરલ, AAP ધારાસભ્ય પર આરોપ

એક મહિલાની નિર્દયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કેદ થઈ ગઈ.

મહિલાની નિર્દયતાથી પીટાઈનો Video થયો વાયરલ, AAP ધારાસભ્ય પર આરોપ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) ના શાલીમાર બાગ (Shalimar Bagh) વિસ્તારમાં એક મહિલાની નિર્દયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કેદ થઈ ગઈ. આ હુમલો 19 નવેમ્બરના રોજ થયો હતો. પીટાઈ બાદ મહિલાએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ડિસ્ચાર્જ થયા બાદ પીડિતાએ આમ આદમી પાર્ટી  (AAP)ના સ્થાનિક વિધાયક પર ગુંડા મોકલી પીટાઈ કરાવવાનો આરોપ છે. 

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક મહિલા સાથે કેટલાક પુરુષો અને મહિલાઓ લાકડી અને ડંડાથી મારપીટ કરી રહ્યા છે. 

તમે પણ જુઓ Video
મહિલાની એટલી ખરાબ રીતે પીટાઈ કરવામાં આવી હતી કે તે પોતાના પગ ઉપર પણ ઊભી રહી શકતી નહતી. ગત મંગળવારે તે જેવી વ્હીલચેર દ્વારા હોસ્પિટલથી બહાર આવી કે તેણે સૌથી પહેલા CCTV ફૂટેજ કઢાવ્યા જેથી કરીને કાનૂની મદદ દ્વારા તે દોષિતોને સજા અપાવી શકે. 

Based on the woman's complaint, Delhi Police has registered an FIR against unknown persons, it said.

(CCTV footage of the incident) pic.twitter.com/YmZRtD7COu

— ANI (@ANI) December 1, 2021

વિધાયક પર આરોપ
મહિલાની નિર્દયતાથી પીટાઈનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને પીડિતાએ હુમલો કરાવવાનો આરોપ આમ આદમી પાર્ટીના શાલીમાર બાગથી વિધાયક વંદનાકુમારી પર લગાવ્યો છે. જો કે પોલીસને અપાયેલી ફરિયાદમાં વિધાયકનો ઉલ્લેખ જરૂર છે પરંતુ તેમના વિરુદ્ધ FIR દાખલ કરાઈ નથી. 

ફરાર આરોપીઓની શોધ ચાલુ
પોલીસનું કહેવું છે કે આ મામલે અમે બે મહિલા આરોપીઓની ધરપકડ કરી હતી. બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news