Kota: જીવલેણ કોરોનાથી પૌત્રને બચાવવા સંક્રમિત દાદા-દાદીએ ટ્રેન આગળ પડતું મૂક્યું
રાજસ્થાનના કોટા જિલ્લામાં રવિવારે કોરોના વાયરસથી સંક્રમિત એક વૃદ્ધ દંપત્તિએ કથિત રીતે પૂરપાટ ઝડપે આવતી ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી.
Trending Photos
કોટા: રાજસ્થાન (Rajasthan) ના કોટા જિલ્લામાં રવિવારે કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત એક વૃદ્ધ દંપત્તિએ કથિત રીતે પૂરપાટ ઝડપે આવતી ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. આ પગલું તેમણે એટલા માટે ભર્યું હોવાનું કહેવાય છે કારણ કે તેમને ડર હતો કે તેમનું આ સંક્રમણ તેમના પૌત્ર અને વહુ સુધી ફેલાઈ શકે છે.
પોલીસે જણાવ્યું કે 75 વર્ષના હીરાલાલ બૈરવા અને તેમના 70 વર્ષના પત્ની શાંતિબાઈ તેમના 18 વર્ષના પૌત્ર અને વહુ સાથે શહેરના પુરોહિતજી કી ટપરી વિસ્તારમાં રહેતા હતા. તેમના પુત્રનું 8 વર્ષ અગાઉ મોત થઈ ચૂક્યું છે.
આઈસોલેશનમાં હતાં દંપત્તિ
રેલવે કોલોની પોલીસ સ્ટેશનના સબઈન્સ્પેક્ટર રમેશ ચંદ્ર શર્માએ જણાવ્યું કે વૃદ્ધ દંપત્તિ 29 એપ્રિલના રોજ કોરોના (Corona Virus) સંક્રમિત થયાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદથી બંને આઈસોલેશનમાં હતા. બંનેએ રવિવારની સવારે ચંબલ ઓવરબ્રિજની પાસે રેલવે લાઈન પર દિલ્હી-મુંબઈ અપ ટ્રેક પર ટ્રેન સામે છલાંગ લગાવી દીધી.
પોલીસ તપાસ ચાલુ
આ અંગે કેસ દાખલ કરીને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. પરંતુ આમ છતાં તપાસ ચાલુ છે.
(અહેવાલ-સાભાર ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે