ભેજાબાજ દાદાનો ભેજાફ્રાય જુગાડ! અનોખી 'બકરી ગાડી'નો વીડિયો વાયરલ

તમે ઘોડાગાડી, બળદગાડી, ઊંટ ગાડી તો જોઈ હશે પણ શું તમે ક્યારેય બકરી ગાડ઼ી જોઈ છે? જીં..હાં..બકરી ગાડી..બકરીને લઈ જતી ગાડી નહીં પણ બકરીથી ચાલતી ગાડી. સોશિયલ મીડિયા પર એક દાદાએ પોતાના ભેજાનો ઉપયોગ કરીને અનોખી બકરી ગાડી બનાવી દીધી.

ભેજાબાજ દાદાનો ભેજાફ્રાય જુગાડ! અનોખી 'બકરી ગાડી'નો વીડિયો વાયરલ

ઝી બ્યુરો/અમદાવાદ: તમે આ પહેલાં પણ જુગાડના ઘણા વીડિયો જોયા હશે. જુગાડથી અઘરાથી અઘરા કાર્યો પણ સરળ થઈ જાય છે. કેટલાક જુગાડના વીડિયો તો મજેદાર હોય છે જ્યારે કેટલાક જુગાડના વીડિયો એવા હોય છે કે જેને જોઈને ભલભલા એન્જિનિયર્સ પણ વિચારમાં પડી જાય. જુગાડની મદદથી કેટલીક વાર લોકો ગજબનો કમાલ કરી દેતા હોય છે.

તમે ઘોડાગાડી, બળદગાડી, ઊંટ ગાડી તો જોઈ હશે પણ શું તમે ક્યારેય બકરી ગાડ઼ી જોઈ છે? જીં..હાં..બકરી ગાડી..બકરીને લઈ જતી ગાડી નહીં પણ બકરીથી ચાલતી ગાડી. સોશિયલ મીડિયા પર એક દાદાએ પોતાના ભેજાનો ઉપયોગ કરીને અનોખી બકરી ગાડી બનાવી દીધી.  વીડિયોમાં તમે જોઈ શકો છો કે દાદાએ દિવ્યાંગ લોકો માટે ઉપયોગમાં આવતી સાયકલમાં જુગાડ કર્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) February 2, 2023

સાયકલના સ્ટિયરિંગને બદલે બે બકરીઓની ઉપર લાકડું રાખીને તેને સાયકલ સાથે બાંધી દેવામાં આવી છે.  દાદા આ બકરી ગાડીની મજાથી સવારી કરતાં દેખાઈ રહ્યા છે. વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની હાલ જાણકારી નથી પણ સોશિયલ મીડિયા પર આ અનોખી બકરી ગાડીનો વીડિયો વાયરલ છે. જો કે આ વીડિયોને લઈને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક લોકોને આ જુગાડ પસંદ આવી રહ્યો છે જ્યારે કેટલાક લોકો આને બકરીઓ પર અત્યાચાર માની રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news