Toll રોડ પર જેટલા કિલોમીટર વાહન ચલાવશો એટલો જ ચૂકવવો પડશે Toll, GPS કામ કરશે

GPS Based Toll Tax: વાહનચાલકો માટે સારા સમાચાર એ છે કે હવે ટોલ રોડ પર પૈસા બચાવી શકશો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે GPS આધારિત ટોલ ટેક્સ કલેક્શન સિસ્ટમ આવતા વર્ષે માર્ચ સુધીમાં શરૂ કરવામાં આવશે. 

Toll રોડ પર જેટલા કિલોમીટર વાહન ચલાવશો એટલો જ ચૂકવવો પડશે Toll, GPS કામ કરશે

Toll Tax : સરકાર ટોલ ટેક્સના મામલે નવા નવા નિયમો બનાવી રહી છે. નવા હાઈવે બનાવી સરકારે સુવિધાઓ તો વધારી છે પણ ટોલ ટેક્સમાં પણ કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે.  છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ટોલ વસૂલાતમાં ખૂબ જ ઝડપથી સુધારો થયો છે. પહેલા ટોલ ગેટ ઓટોમેટેડ હતા અને હવે જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ બુધવારે કહ્યું કે સરકાર આવતા વર્ષે માર્ચ સુધીમાં જીપીએસ આધારિત સિસ્ટમ શરૂ કરશે. જેમાં કિલોમીટરના હિસાબે ટોલ ટેક્સ લેવામાં આવશે. એટલે કે, તમારું વાહન ટોલ રોડ પર જેટલા કિલોમીટર મુસાફરી કરે છે તેના આધારે તમારે ટેક્સ ચૂકવવો પડશે.

નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ લાવવાનો હેતું એ છેરે  હાઇવે પર ટ્રાફિક ઘટાડવા અને હાઇવે પર મુસાફરી કરેલા ચોક્કસ અંતર માટે ડ્રાઇવરો પાસેથી ચાર્જ લેવાનો છે. ગડકરીએ કહ્યું કે, 'દેશમાં ટોલ પ્લાઝા સિસ્ટમમાં પરિવર્તન લાવવા માટે સરકાર જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ સહિતની નવી ટેક્નોલોજી લાવવાનું વિચારી રહી છે. અમે આવતા વર્ષે માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં નવા GPS સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન શરૂ કરીશું.

ટોલ ગેટ પર રોકાવાનો સમય ઓછો થયો
મોદી સરકારના મંત્રી ગડકરીએ કહ્યું કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે વાહનોને રોક્યા વિના ઓટોમેટિક ટોલ કલેક્શનને સક્ષમ કરવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમના બે પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવ્યા છે. વર્ષ 2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનોને સરેરાશ આઠ મિનિટ રાહ જોવી પડી હતી. વર્ષ 2020-21 અને 2021-22માં ફાસ્ટેગ સિસ્ટમના અમલીકરણ સાથે, આ સમય ઘટીને માત્ર 47 સેકન્ડ થઈ ગયો છે.

આ સિસ્ટમ બધી જગ્યાએ અસર કારક તરીકે કામગીરી કરી રહી નથી. કેટલાક સ્થળોએ, ખાસ કરીને શહેરોની નજીક ગીચ વસ્તીવાળા નગરોમાં, ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય નોંધપાત્ર રીતે સુધર્યો છે, તેમ છતાં પીક ધસારાના કલાકોમાં સમય વધે છે. દરમિયાન, ગડકરીએ જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતા અમલમાં આવે તે પહેલાં સરકાર 1,000 કિલોમીટરથી ઓછી લંબાઈના હાઈવે પ્રોજેક્ટ્સ માટે 'બિલ્ડ-ઓપરેટ-હેન્ડઓવર' (BOT) મોડલ પર રૂ. 1.5-2 લાખ કરોડના રોડ પ્રોજેક્ટ્સ લાગુ કરશે. એપ્રિલ-મે 2024માં સામાન્ય ચૂંટણી યોજાવાની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news