Kisan Samman Nidhi: 33 લાખ ખેડૂતો પાસેથી કિસાન સન્માન નિધિની રકમ પાછી લેવાશે, જાણો શું છે મામલો 

જો તમે ખોટી માહિતી આપીને કિસાન સન્માન નિધિ (Kisan Samman Nidhi) નો લાભ ઉઠાવ્યો છે તો સરકાર તમારી પાસેથી રિકવર કરવા જઈ રહી છે. કોઈ પણ સમયે તમારી પાસે નોટિસ આવી શકે છે અને ત્યારબાદ તમારે સરકારી પૈસા પાછા આપવા પડશે. કેન્દ્ર સરકાર દર વર્ષે 6000 રૂપિયા કિસાન સન્માન નિધિ તરીકે ખેડૂતોને આપે છે. પરંતુ તેની કેટલીક ગાઈડલાઈન્સ છે. જેનું પાલન કરવું ખુબ જરૂરી છે. 
Kisan Samman Nidhi: 33 લાખ ખેડૂતો પાસેથી કિસાન સન્માન નિધિની રકમ પાછી લેવાશે, જાણો શું છે મામલો 

દિલ્હી: જો તમે ખોટી માહિતી આપીને કિસાન સન્માન નિધિ (Kisan Samman Nidhi) નો લાભ ઉઠાવ્યો છે તો સરકાર તમારી પાસેથી રિકવર કરવા જઈ રહી છે. કોઈ પણ સમયે તમારી પાસે નોટિસ આવી શકે છે અને ત્યારબાદ તમારે સરકારી પૈસા પાછા આપવા પડશે. કેન્દ્ર સરકાર દર વર્ષે 6000 રૂપિયા કિસાન સન્માન નિધિ તરીકે ખેડૂતોને આપે છે. પરંતુ તેની કેટલીક ગાઈડલાઈન્સ છે. જેનું પાલન કરવું ખુબ જરૂરી છે. 

કિસાન સન્માન નિધિ માટે કોણ હકદાર નથી?
1. ખેતર પર મજૂરી કરનારા ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે. 
2. સરકાર કે રિટાયર્ડ કર્મચારી પણ યોજનાના યોગ્ય હકદાર નથી. 
3. હાલના ઉપરાંત પૂર્વ મંત્રી, સાંસદ અને વિધાયકને નહીં મળે ફાયદો
4. પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએને લાભ નહીં મળે
5. આવકવેરો ભરનારા ખેડૂતના પરિવારને પણ નહીં મળે ફાયદો
6. 10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂત પણ યોગ્ય હકદાર નથી
7 ખેતીની જમીનનો બીજા કામોમાં ઉપયોગ કરનારા ખેડૂતોને પણ ફાયદો ન મળે

કૃષિ મંત્રીનું સંસદમાં નિવેદન
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) શુક્રવારે સંસદમાં કહ્યું હતું કે અયોગ્ય ખેડૂતો પણ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આવકવેરો ભરનારા કેટલાક ખેડૂતો (Farmers) પણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. યોજના હેઠળ 32.91 લાખ અયોગ્ય લાભાર્થીઓના ખાતામાં 2326 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે. રાજ્ય સરકાર આવા લોકોની જાણકારી મેળવીને તેમના વિરુદ્ધ કેસ દાખલ કરી રહી છે. 

તામિલનાડુ સરકારે શરૂ કરી દીધી કાર્યવાહી
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં આપેલા જવાબમાં જણાવ્યું કે યોજનાનો ખોટો લાભ ઉઠાવનારા ખેડૂતોની તપાસ થઈ રહી છે. તામિલનાડુ સરકારે આવા લગભગ 6 લાખ ખેડૂતોની જાણકારી મેળવી છે જેમની પાસેથી 158.57 કરોડ રૂપિયાની વસૂલાત પણ થઈ ચૂકી છે. અન્ય રાજ્યોમાં પણ તપાસ ચાલુ છે. સરકારી આંકડા મુજબ હજુ 2 હજાર કરોડ કરતા વધુની વસૂલી બાકી છે. 

યોગ્ય જાણકારી આપી હશે તો ડરવાની જરૂર નથી
અમે તમને જણાવ્યું છે કે કયા પ્રકારના ખેડૂતો કિસાન સન્માન નિધિનો ફાયદો ઉઠાવી શકે છે. જો તમે સરકારને કોઈ ખોટી જાણકારી આપી નથી અને તમે કિસાન સન્માન નિધિનો ફાયદો ઉઠાવ્યો છે તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમારી પાસેથી કિસાન સન્માન નિધિની રકમ સરકાર વસૂલશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news