હવે આસાનીથી બની જશે તમારા સપનાનું ઘર, તમારું ઘર બનાવવાનું સપનું સાકાર કરશે સરકારની આ યોજના
PM AAVAS: શું તમે જાણો છો સરકાર ઘર બનાવવા માટે પણ આપે છે પૈસા? શું તમે જાણો છો સરકાર તમારું ઘર પણ બનાવી આપે છે? કઈ રીતે તમે લઈ શકો છો આ યોજનાનો લાભ જાણો વિગતવાર માહિતી...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ નરેન્દ્ર મોદી પહેલીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યાર બાદ દેશમાં ઘણી બધી નવી નવી યોજનાઓ લાગૂ કરવામાં આવી છે. જેમાંથી એક યોજના છે સ્લમ વિસ્તારના લોકોનું જીવન સ્તર ઉંચું લાવવા તેમને સારી રહેણાંક વ્યવસ્થા મળે, કાચા મકાનોને બદલે પાકા મકાનમાં રહી શકે, ઝુપડપટ્ટી મુક્ત જર્જરિત મકાનને નવું બની શકાય તે માટે સરકાર સામેથી આપે છે સહાય.
ઝુપડપટ્ટી મુક્ત અને જર્જરિત મકાનનું નવેસરથી બાંધકામ કરવા સરકાર આપે છે પૈસા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત નવું બાંધકામ અર્થે સબસીડી/સહાય. આ યોજનાનું નામ છે સૌના માટે આવાસ. જાણો ક્યારથી અમલમાં આવી છે આ યોજના અને આખરે આ યોજનામાં કેવા પ્રકારનું છે આયોજન....
શું છે યોજના?
કેન્દ્ર સરકાર ધ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને વર્ષ ૨૦૨૨ સુધી ઝુપડપટ્ટી મુક્ત અને જર્જરિત મકાનનું નવેસર થી બાંધકામ કરવા માટે "સૌના માટે આવાસ" હાઉસિંગ ફોર ઓલ મિશન તા.૨૫-૦૬-૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
યોજનાની ઝાંખી અને વિશેષતાઓ:
* લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત જેમાં પતિ,પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ.
* પોતાની જમીન ધરાવતા વ્યક્તિઓને આવાસ(મકાન) બાંધકામ કરવાના હેતુસર સહાય.
* ૩.૩ લાખ સુધીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર.
* લાભાર્થી પાસે આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર હોવું કરજીયાત.
આવાસ પરિવારની મુખ્ય સ્ત્રી ના નામ પર અઠવા તો પરિવારના મુખ્ય પુરુષ અને તેની પત્નીના સંયુક્ત નામે કરવાના રહે છે.
* લાભાર્થીએ NBC ના કોડ અને સ્થાનિક GDCR મુજબ આવાસનું નિર્માણ કરવાનું રહેશે.
યોજનાનો વ્યાપ:
* લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર ૩૦.૦૦ છો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે.
* ૩૦.૦૦ યો.મી. કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
મળવાપાત્ર સહાય:
· કુલ મળવાપાત્ર રકમ ૩.૩,૫૦,૦૦૦ (૩. ત્રણ લાખ પચાસ હજાર)
. જેમાં કેન્દ્ર સરકાર ની સહાય ૩. ૧,૫૦,૦૦૦ (૩.એક લાખ પચાસ હાજર) ની રહેશે. અને રાજ્યસરકાર ની સહાય રૂ.૨,૦૦,૦૦૦ (૩.બે લાખ) ની રહેશે.
લાભાર્થીની પાત્રતા:
* જમીન નો માલિક અરજઘર પોતે હોવો જોઈએ.
* અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
* કૌટુંબિક વાર્ષિક આવક 3.3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
* અરજદારે PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
અરજદારે રજુ કરવાના ફરજીયાત પુરાવા:
* જમીન માલિકી ના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ)
* લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો મામલતદારશ્રી/તલાટી નો દાખલો(૩ લાખ થી પછી આવક મર્યાદા)
* લાભાર્થી ના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું ૩.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સોગંધનામું આધારકાર્ડ ની નકલ(કુટુંબ ના દરેક સભ્યની)
* મતદાનકાર્ડ ની નકલ
* બેંક પાસબુક / કેન્સલ ચેક • રહેઠાણનો લાભાથી સાથેનો ફોટો
* લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો
* સંયુક્ત માલિકી ના કિસ્સા માં નમીન ના અન્ય માલિકો ધ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો ૩.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ્ડ સંમતિપત્ર.
લાભ મેળવવા અરજી કયાં કરવી?
* મહાનગર પાલિકા વિસ્તારના રહીશો એ મહાનગર પાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
- જીલ્લા કે નગર પાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
* ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો. વધ વિગત માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અફોર્ડેબલ હાઉસિંગ ની વેબસાઈર ની નીચે આપેલ લિંક દ્વારા મેળવી શકો છો. https://pmaymis.gov.in/
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે