સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી, જાણો શું છે આ?

Unified Pension Scheme: નવી પેન્શન સ્કીમમાં સુધારની સતત માંગ ઉઠી રહી હતી. તેને લઈને ડોક્ટર સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તારથી લોકો સાથે ચર્ચા કરી હતી. 

સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી, જાણો શું છે આ?

Unified Pension Scheme: કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નવી પેન્શન સ્કીમમાં સુધારની માંગ પર ધ્યાન આપતા સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. નવી પેન્શન સ્કીમમાં સુધારની સતત માંગ ઉઠી રહી હતી. તેને લઈને ડોક્ટર સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તારથી લોકો સાથે ચર્ચા કરી હતી. 

હકીકતમાં આજ શનિવાર (24 ઓગસ્ટ) એ કેન્દ્રીય કેબિનેટ બ્રીફિંગ વિશે જાણકારી આપતા કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં યુનિફાઇડ પેન્શન સ્કીમની જાહેરાત પણ સામેલ છે. નોકરી બાદ મળનારા પેન્શનને ધ્યાનમાં રાખતા આ સ્કીમને લાવવામાં આવી રહી છે. 

— Press Trust of India (@PTI_News) August 24, 2024

શું છે યુનિફાઇડ પેન્શન સ્કીમ?
ખરેખર, સરકાર દ્વારા જાહેર કરાયેલી પેન્શન યોજના 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત 10 વર્ષ સુધી સરકારી નોકરી કરનારને 10,000 રૂપિયાનું પેન્શન મળશે. 25 વર્ષ સુધી કામ કરનારાઓને સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે.

ઓલ્ડ પેન્શન સ્કીમનો સરકારે કાઢ્યો રસ્તો
કેન્દ્રીય મંત્રીએ કહ્યું- વિપક્ષ માત્ર ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) ને લઈને રાજનીતિ કરે છે. વિશ્વભરના દેશોમાં શું સ્કીમ છે તેને જોયા બાદ તમામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ આ કમિટીએ યુનિફાઇડ પેન્શન સ્કીમી સલાહ આપી છે. કેબિનેટે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. કર્મચારીઓ તરફથી એશ્યોર્ડ અમાઉન્ટની માંગ કરવામાં આવી રહી હતી. 

— ANI (@ANI) August 24, 2024

તેમણે જાણકારી આપતા કહ્યું- "પેન્શનરોને 50 ટકા ખાતરીપૂર્વકનું પેન્શન આપવામાં આવશે. નિવૃત્તિ પહેલાંના 12 મહિનાની સરેરાશ મૂળભૂત પગારના 50 ટકા હશે. આ પેન્શન 25 વર્ષની સેવા પછી જ આપવામાં આવશે. NPSની જગ્યાએ હવે સરકાર યુનિફાઇડ લાવી રહી છે. એટલે કે સરકારે ઓલ્ડ પેન્શન સ્કીમનો રસ્તો કાઢ્યો છે. 

જો કોઈ પેન્શનભોગીનું નિધન થાય છે તો તેના પરિવારને કર્મચારીના મોતના સમય સુધી મળનાર પેન્શનના 60 ટકા પરિવારને મળશે. જો કોઈ 10 વર્ષ બાદ નોકરી છોડી દે તો 10 હજાર રૂપિયા પેન્શન મળશે. 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ને મંજૂરી આપી છે. આ યોજનાથી કેન્દ્ર સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને લાભ થશે. કર્મચારીઓ પાસે NPS અને UPS માંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ હશે.
 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news