ખુશખબરી: વિજળી અને ફોનના બિલનું ટેન્શન છોડો, રાશનની દુકાન પર કરાવી શકશો જમા

યુપી સરકારે કોવિડ 19 સંક્રમણને જોતાં અલગ-અલગ પ્રકારની ઘણી નવી સ્કીમ શરૂ કરી છે. જેથી સોશિયલ ડિસ્ટેંસિંગ પણ જાળવી શકાય. આ પ્રકારની એક સ્કીમ છે.

ખુશખબરી: વિજળી અને ફોનના બિલનું ટેન્શન છોડો, રાશનની દુકાન પર કરાવી શકશો જમા

ગાજિયાબાદ: યુપી સરકારે કોવિડ 19 સંક્રમણને જોતાં અલગ-અલગ પ્રકારની ઘણી નવી સ્કીમ શરૂ કરી છે. જેથી સોશિયલ ડિસ્ટેંસિંગ પણ જાળવી શકાય. આ પ્રકારની એક સ્કીમ છે. વિજળી અને ટેલિફોન બિલને ફક્ત ઓફિસમાં જમા ન થઇને રાશનની દુકાનો પર પણ જમા કરાવી શકશો. તેના માટે રાશન ડીલરને અલગથી કમીશનનો ફાયદો મળશે. જ્યારે લોકોને મહામારી દરમિયાન લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડશે નહી.  

રાશન લેવા જાવ, તો બિલ પણ જમા કરી દો
નવી વ્યવસ્થા અનુસાર હવે ગ્રાહકો રાશનની દુકાન પર વિજળી અથવા ટેલીફોનનું બિલ જમા કરાવી શકો છો. આ યોજનાને લાગૂ કર્યા બાદ ગ્રાહકો વિજળી ઘર પર લાગનાર લાંબી લાઇનોથી બચી શકશે, તો બીજી તરફ સમયસર ચૂકવણી પણ કરી શકશો. એટલું જ નહી જે રાશનની દુકાન પર ચૂકવણી કરવામાં આવશે. તે રાશન ડીલરને પણ કમીશન મળશે. આ જમીની સ્તર પર કાગૂ કરવા માટે પુરી તૈયારી ગાજિયાબાદ વહિવટી તંત્રએ કરી લીધી છે. આ નવા નિર્ણય વિશે જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી સીમ ત્યાગીએ જણાવ્યું કે સરકાર દ્વારા રાશન ડીલરને અલગથી લાભ પહોંચાડવા અને ગ્રાહકોને લાંબી લાઇનોમાં ઉભા ન રહેવું પડે, તે ઉદ્દેશ્યથી આ વિશેષ યોજના તૈયાર કરવામાં આવી છે. 

રાશન ડીલર્સને થશે ફાયદો
આ યોજના હેઠળ રાશન ડીલરોને આપવામાં આવેલા અંગૂઠાવાળા મશીનની અંદર જ એક અલગથી સોફ્ટ્વેર ઇંસ્ટોલ કરવામાં આવશે. જેથી રાશન લેવા માટે આવનાર દરેક ગ્રાહક પોતાના ટેલીફોન અને વિજળી બિલ ત્યાં જમા કરાવી શકે છે. તેનાથી ગ્રાહકોને સૌથી મોટો લાભ એ થશે કે તેમને વિજળી ઘર પર લાગનાર લાંબી લાઇનોમાં ઉભા રહેવું નહી પડે. આ યોજના હેઠળ ગ્રાહકોને કેશબેકનો ફાયદો મળશે. આ ઉપરાંત રાશન ડીલરને પણ તમામ ચૂકવણી પણ કમીશન મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news