કાશ્મીરી પંડિતોના નરસંહારને યાદ કરીને આ મુસ્લિમ નેતા ચોધાર આંસુએ રડી પડ્યા, જાણો શું કહ્યું?

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ રિલીઝ થયા બાદથી કાશ્મીરી પંડિતોના નરસંહારનો મુદ્દો ચારેબાજુ ચર્ચામાં છે. જ્યાં એક બાજુ સત્તાધારી ભાજપ ધ કાશ્મીર ફાઈલ્સને સપોર્ટ કરી રહી છે ત્યાં બીજી બાજુ વિપક્ષી દળો આ ફિલ્મના વિરોધમાં નિવેદન આપી રહ્યા છે.

કાશ્મીરી પંડિતોના નરસંહારને યાદ કરીને આ મુસ્લિમ નેતા ચોધાર આંસુએ રડી પડ્યા, જાણો શું કહ્યું?

શ્રીનગર: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ રિલીઝ થયા બાદથી કાશ્મીરી પંડિતોના નરસંહારનો મુદ્દો ચારેબાજુ ચર્ચામાં છે. જ્યાં એક બાજુ સત્તાધારી ભાજપ ધ કાશ્મીર ફાઈલ્સને સપોર્ટ કરી રહી છે ત્યાં બીજી બાજુ વિપક્ષી દળો આ ફિલ્મના વિરોધમાં નિવેદન આપી રહ્યા છે. આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીના પૂર્વ નેતા મુઝફ્ફર હુસૈન બેગે કાશ્મીરી પંડિતોના મુદ્દે વાત કરી અને ઘાટીમાં કાશ્મીરી પંડિતોના થયેલા નરસંહારને યાદ કરીને રડી પડ્યા. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતોને સભ્યતાની  દ્રષ્ટિએ ખુબ નુકસાન થયું છે. જો કે કાશ્મીરી મુસલમાનોને પણ નુકસાન થયું પરંતુ તેઓ ગણ્યાગાંઠ્યા છે. 

આ સમગ્ર મામલે પૂર્વ પીડીપી નેતા મુઝફ્ફર હુસૈન બેગે મહેબૂબા મુફ્તીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે તે મહિલાએ ભારતીય ઝંડાને સ્વીકારવવાની પણ ના પાડી દીધી અને કહ્યું કે ભારતીય ઝંડા હેઠળ તેઓ ચૂંટણીમાં સામેલ થશે નહીં. તેમણે કહ્યું કે તે સમયે મે પીડીપીમાંથી રાજીનામું આપી દીધુ. 

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સારા કામોમાંથી એક સૌથી સારું કામ એ છે કે તેમણે મનોજ સિન્હાને અહીં મોકલ્યા. અત્રે જણાવવાનું કે મનોજ સિન્હા હાલ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ છે. તેમના અહીં આવવાથી બધુ કામકાજ ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરનું ભવિષ્ય કેવું હશે તે નરેન્દ્ર મોદી પર નિર્ભર કરે છે. 

અત્રે જણાવવાનું કે કાશ્મીર ફાઈલ્સ ગત 11 માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે અને તે બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાથી વધુ કમાઈ ચૂકી છે. વિવેક અગ્નિહોત્રીએ ધ કાશ્મીર ફાઈલ્સનું દિગ્દર્શન કર્યું છે. અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અને દર્શનકુમારે ધ કાશ્મીર ફાઈલ્સમાં કામ કર્યું છે. જેમના અભિનયે નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news