નોકરી ન મળતાં નારાજ થઇ યુવતી! 120 દિવસ પાણીની ટાંકી પર ચઢીને કરી રહી છે વિરોધ

શિખાનો દાવો છે કે તેણે લખનઉ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે, પરંતુ હજુ પણ નોકરી માટે સંઘર્ષ કરવા મજબૂર છે. તેનું કહેવું છે કે તેને પાણીની ટાંકી ઉપર પોતાના દિવસો અને ડિસેમ્બરની ઠંડી રાતો વિતાવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.

નોકરી ન મળતાં નારાજ થઇ યુવતી! 120 દિવસ પાણીની ટાંકી પર ચઢીને કરી રહી છે વિરોધ

લખનઉ: લખનઉમાં છેલ્લા 120 દિવસથી એક મહિલા અલગ પ્રકારનું વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ કડકડતી ઠંડીમાં 36 વર્ષીય શિખા પાલ લખનઉના નિશાતગંજ વિસ્તારમાં શિક્ષણ નિદેશાલય (Directorate of Education) પાસે પાણીની ટાંકી ઉપર રહે છે. તેમનો ધ્યેય કોઈ પણ પ્રકારનો રેકોર્ડ બનાવવાનો નથી, પરંતુ તે એક પ્રકારનો વિરોધ છે. શિખાએ કહ્યું છે કે સરકાર તેમનો 22,000 સીટોમાં સમાવેશ કરે, જે તાજેતરમાં શિક્ષણના 69,000 પદ પર ભરતી દરમિયાન ખાલી થઇ હતી. 

નોકરી માટે સંઘર્ષ
શિખાનો દાવો છે કે તેણે લખનઉ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે, પરંતુ હજુ પણ નોકરી માટે સંઘર્ષ કરવા મજબૂર છે. તેનું કહેવું છે કે તેને પાણીની ટાંકી ઉપર પોતાના દિવસો અને ડિસેમ્બરની ઠંડી રાતો વિતાવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.

પાણીની ટાંકી પર ચડી શિખા
શિખાએ કહ્યું કે, 'હું વોશરૂમનો ઉપયોગ કરવા સિવાય અન્ય કોઈ વસ્તુ માટે મારી જગ્યા છોડતી નથી. ટાંકી નીચે વિરોધ કરનારાઓ દોરડા વડે મને બેગમાં ખોરાક અને અન્ય જરૂરી વસ્તુઓ આપે છે. હું પાવર બેંકનો ઉપયોગ કરીને મારો મોબાઇલ ફોન ચાર્જ કરું છું. મારી માતા મારા પર નિર્ભર છે, પરંતુ હું સતત વિરોધ કરી રહી છું.

આ વિષય પર સરકાર મૌન
શિખાએ કહ્યું કે તે શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં ભણાવવા માટે પણ તૈયાર છે. શિખાનું કહેવું છે કે 120 દિવસ થઈ ગયા છે, પરંતુ સરકારે મારા વિરોધની નોંધ પણ લીધી નથી.

વિરોધ નહી વાતચીત છે સમાધાન!
આ દરમિયાન, શાળા શિક્ષણના મહાનિર્દેશક અનામિકા સિંહે કહ્યું, 'તે અમને ઘણી વખત મળી છે. અમે તેમને ઘણી વસ્તુઓ સમજાવી છે. વિરોધ કરવાનો આ રસ્તો નથી. અમે તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ. અમે વાતચીત માટે તૈયાર છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news