આ વૈજ્ઞાનિકની ભૂકંપ અંગેની ભવિષ્યવાણી પડી સાચી!, 24 કલાક પહેલા જ વ્યક્ત કરી હતી આશંકા

અફઘાનિસ્તાનના જુર્મ કસ્બાથી 40 કિલોમીટર દૂર 6.6 ની તીવ્રતાનો ઊભંકપ આવ્યો. કેન્દ્ર હિન્દુકુશ પહાડોની નીચે જમીનની અંદર 187.6 કિલોમીટર ઊંડુ હતું. આ ભૂકંપના કારણે કઝાકિસ્તાન, પાકિસ્તાન, તાઝિકિસ્તાન, ચીન, ભારત, ઉઝ્બેકિસ્તાન અને કિર્ગિસ્તાન હચમચી ગયા. 

આ વૈજ્ઞાનિકની ભૂકંપ અંગેની ભવિષ્યવાણી પડી સાચી!, 24 કલાક પહેલા જ વ્યક્ત કરી હતી આશંકા

અફઘાનિસ્તાનના જુર્મ કસ્બાથી 40 કિલોમીટર દૂર 6.6 ની તીવ્રતાનો ઊભંકપ આવ્યો. કેન્દ્ર હિન્દુકુશ પહાડોની નીચે જમીનની અંદર 187.6 કિલોમીટર ઊંડુ હતું. આ ભૂકંપના કારણે કઝાકિસ્તાન, પાકિસ્તાન, તાઝિકિસ્તાન, ચીન, ભારત, ઉઝ્બેકિસ્તાન અને કિર્ગિસ્તાન હચમચી ગયા. ચોંકાવનારી અને ધ્યાન આપવા જેવી વાત એ છે કે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવવાનો છે તેની ભવિષ્યવાણી 24 કલાક પહેલા નેધરલેન્ડ્સના રિસર્ચર ફ્રેંક હુગરબીટ્સે કરી હતી. 

આ અગાઉ હુગરબીટ્સે તુર્કીમાં આવેલા ભૂકંપની પણ ભવિષ્યવાણી કરી હતી. તેના થોડા દિવસ બાદ જ ભયાનક  તબાહી મચી. ફ્રેંક હુગરબીટ્સે પોતાના યુટ્યુબ પેજ SSGEOS પર એક વીડિયો નાખ્યો. તમે આ વીડિયો અહીં નીચે જોઈ શકો છો. 

ફ્રેંક હુગરબીટ્સે પોતાના વીડિયોમાં કહ્યું કે આશંકા છે કે 22 તારીખની આજુબાજુ ભૂકંપના આંચકા આવી શકે છે. તેમણે પૃથ્વીના અલગ અલગ હિસ્સાઓ પર માર્કિંગ કરીને જણાવ્યું હતું. ફ્રેંક ભૂકંપની ગણતરી ચંદ્રની બદલાતી સ્થિતિ અને અન્ય ગ્રહો સાથે થનારા કંજક્શનના આધારે કરે છે. આ સાથે જ આ ગ્રહોની સ્થિતિ બદલાવવાથી પૃથ્વીના વાયુમંડળ પર પડતી અસર, ચુંબકીય ફીલ્ડ પર થનારી અસર વગેરેનો અભ્યાસ કર્યા બાદ ભવિષ્યવાણી કરે છે. 

ફ્રેંક આ રીતે કરે છે ભૂકંપની ભવિષ્યવાણી
હવે લોકો એ વિચારી રહ્યા છે કે ફ્રેંક હુગરબીટ્સની ભવિષ્યવાણી દર વખતે લગભગ સાચી કેવી રીતે પડે છે. વીડિયોમાં ફ્રેંક 16 માર્ચના રોજ કરમેડેક દ્વિપ પર આવેલા 7.1ની તીવ્રતાની વાત કરે છે. આ ઉપરાંત 18 માર્ચના રોજ ઈક્વાડોરમાં આવેલા 6.8 ની તીવ્રતાના ભૂકંપની વાત કરે છે. ફ્રેંક કહે છે કે તેમણે આ ગણતરી ગ્રહોની જિયોમેટ્રી અને લૂનર પીક્સના આધારે SSGI ગ્રાફ બનાવીને કરી છે. 

ગ્રહોની જિયોમેટ્રી અને ચંદ્રના આકારથી ગણતરી
હાલના સમયમાં સૂરજ-બુધ-બૃહસ્પતિનું કંજક્શન થઈ રહ્યું છે. આ સાથે જ 21 માર્ચે જ ચંદ્રનો પણ આકાર બદલાયો છે. ફ્રેંકે વીડિયોમાં જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં દુનિયાના અલગ અલગ જગ્યાઓ પર 6થી 6.9ની તીવ્રતા વચ્ચે ભૂકંપ આવી શકે છે. આશંક વધુ 22 માર્ચે આવવાની હતી. 

શું ભૂકંપની ભવિષ્યવાણી થઈ શકે છે?
હવે સવાલ એ ઉઠે છે કે શું ભૂકંપની ભવિષ્યવાણી થઈ શકે છે ખરા? તો ભૂકંપ વૈજ્ઞાનિકો વચ્ચે એક કહેવત ચાલે છે કે જો ક્યારેય જિયોલોજીમાં નોબલ પુરસ્કાર આપવામાં આવશે તો તે વૈજ્ઞાનિકને મળશે જે ભૂકંપની ભવિષ્યવાણી કરી  લેશે. ભૂકંપની ભવિષ્યવાણી કરવી ખુબ જ મુશ્કેલ છે. અનેક રીત છે જેની મદદથી ભૂકંપની ગણતરીની સેકન્ડ્સ પહેલા અલર્ટ જાહેર થઈ શકે છે. પરંતુ તે પૂરતું નથી. ભવિષ્યમાં એ સંભવ છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સાચી અને સટીક ભવિષ્યવાણી થઈ શકે. 

SSGEOS ઈન્સ્ટીટ્યૂટ કરે છે રિસર્ચ
SSGEOS નેધરલેન્ડ્સમાં આવેલી એક રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ છે જ્યાં ફ્રેંક કામ કરે છે. તેમણે ભૂકંપોની ભવિષ્યવાણી કરવામાં ઘણું રિસર્ચ કર્યું છે. અનેક પ્રકારના સોફ્ટવેર રિલીઝ કર્યા છે. જેમ કે સોલપેઝ અને SSGEOI. સોલપેજના કામ કરવાની રીત પણ ગ્રહોની સ્થિતિ, કંજક્શન વગેરે અંગે છે. થોડા સમય બાદ સોલપેજની સાથે SSGI ઓલ્ગોરિધમને જોડી દેવામાં આવશે. જેથી કરીને વધુ સટિક ભવિષ્યવાણી થઈ શકે. 

ભૂકંપની ભવિષ્યવાણી કરવાનો કોઈ વૈજ્ઞાનિક રીત નથી પરંતુ હુગરબીટ્સ દાવો કરે છે કે તેઓ ગ્રહોની સ્થિતિ જોઈને જણાવી શકે છે કે પૃથ્વી પર ક્યારે ભૂકંપ આવશે. ફ્રેંકનું સોફ્ટવેર SSGI ગ્રહોની પોઝિશનનો ડેટા  લઈને ભૂકંપ આવવાની ભવિષ્યવાણી કરે છે. ગ્રાફ દેખાડે છે. જેનાથી ખબર પડે છે કે ક્યાં કેટલો મોટો અને શક્તિશાળી ભૂકંપ આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news