NRC ની અંતિમ યાદીમાં પૂર્વ રાષ્ટ્રપતિના પરિવારનું નામ જ ગાયબ થઇ ગયું
31 ઓગષ્ટે એનઆરસીની અંતિમ યાદી ઇશ્યું કરવામાં આવી, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના પરિવારના ચાર લોકોનાં નામ નહોતા આવ્યા
Trending Photos
ગુવાહાટી : અસમ (Assam) માં બહાર પાડવામાં આવેલ એનઆરસી (National Citizenship Register) લિસ્ટની ફાઇનલ યાદીમાં 19 લાખથી વધારે લોકો બહાર થઇ ચુક્યા છે. આ 19 લાખ લોકોમાં દેશના પાચમા રાષ્ટ્રપતિ ફાખરુદ્દીન અલી અહેમદના પરિવારના લોકોનો પણ સમાવેશ થાય છે. 31 ઓગષ્ટે એનઆરસીની અંતિમ યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાંભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના પરિવારનાં ચાર સભ્યોનું નામ પણ નથી આવ્યું.
EXCLUSIVE: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ઘુસાડ્યા 7 આતંકવાદી, મોટા હુમલાની તૈયારી
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના કાકાના દિકરા ભાઇ ઇકરામુદ્દીન અલી અહેમદના પુત્ર રિયાજુદ્દીન અલી અહેમદના પરિવારનું નામ એનઆરસીની અંતિમ યાદીમાં નથી આવ્યું જે અસમના કામરુપ જિલ્લાનાં રંગિયાના રહેવાસી છે. આ અંગે રિયાજુદ્દીનનું કહેવું છે કે હું ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદનો ભત્રીજો છું અને મારુ નામ એનઆરસીની યાદીમાં નથી જે મુદ્દે હું ખુબ જ પરેશાન છું.
મુલાકાત દરમિયાન જાધવ ખુબ જ દબાણમાં દેખાઇ રહ્યા હતા: ભારતનું નિવેદન
પૂર્વ રાષ્ટ્રપતિનાં ભાઇ ઇકરામુદ્દીન અહેમદનાં પ્રપૌત્ર સાજિદ અલીએ કહ્યું કે, અમે આ દેશના જાણીતા પરિવારના છીએ. ફરીથી અમારુ નામ એનઆરસીમાં નથી. અમે ખુબ જ શરમ અનુભવી રહ્યા છીએ. સાજિદ અલી ઉપરાંત તેના પિતા ગિયાઉદ્દીન અહેમદ, માં અકિમા અને ભાઇ વાજિદનું નામ એનઆરસીની અંતિમ યાદીમાં નથી.
આઠ માળખાગત ઉદ્યોગોનાં વિકાસદરમાં મોટો ઘટાડો, 2.1% નું તળીયું
પરિવારનાં સભ્યોએ જુલાઇમાં આવેલ ડ્રાફ્ટ યાદીમાં નામ નહી આવવા અંગે એનઆરસી પ્રાધિકરણમાં દસ્તાવેજ જમા કરાવ્યા હતા. સાજિદે કહ્યું કે, અમને આશા હતી કે ફાઇનલ એનઆરસીમાં અમારા નામ આવી જશે પરંતુ દુર્ભાગ્યવશ એવું નથી થયું. સજ્જાદ અને તેની માંએ પ્રાધિકરણ પાસેથી તેમના મુદ્દે પુનર્વિચારની અપીલ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે