પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન, AIIMSમાં લીધા છેલ્લા શ્વાસ

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું. તબિયત ખરાબ હોવાના કારણે તેઓ AIIMSના આઈસીયુ વોર્ડમાં દાખલ હતાં. બે દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી. કહેવાય છે કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતાં. 

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન, AIIMSમાં લીધા છેલ્લા શ્વાસ

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહ (Raghuvansh Prasad Singh) નું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું. તબિયત ખરાબ હોવાના કારણે તેઓ AIIMSના આઈસીયુ વોર્ડમાં દાખલ હતાં. બે દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી. કહેવાય છે કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતાં. 

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહના નિધનથી રાજકીય ગલિયારામાં શોકનો માહોલ છે. આ અગાઉ આઈસીયૂમાંથી જ તેમણે રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી રાજીનામું આપવા માટે પત્ર લખ્યો હતો. 

He was admitted at All India Institute of Medical Sciences (AIIMS) in Delhi. pic.twitter.com/PbqAEBtkfF

— ANI (@ANI) September 13, 2020

રઘુવંશ પ્રસાદ સિંહના નિધન પર આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે પ્રિય રઘુવંશ બાબૂ! આ તમે શું કર્યું? મે તમને પરમ દિવસે જ કહ્યું હતું કે તમે ક્યાંય જતા નથી. પરંતુ તમે આટલા દૂર જતા રહ્યાં. નિ:શબ્દ છું. દુ:ખી છું. ખુબ યાદ આવશો.

मैनें परसों ही आपसे कहा था आप कहीं नहीं जा रहे है। लेकिन आप इतनी दूर चले गए।

नि:शब्द हूँ। दुःखी हूँ। बहुत याद आएँगे।

— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 13, 2020

અત્રે જણાવવાનું કે રઘુવંશ પ્રસાદ સિંહના રાજીનામાથી બિહારમાં વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા આરજેડીને મોટો ફટકો પડ્યો હતો. રઘુવંશ પ્રસાદ સિંહ છેલ્લા 32 વર્ષથી લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાયેલા હતાં. તેમણે દિલ્હી એમ્સના આઈસીયુથી પોતાનું રાજીનામું રાંચી રિમ્સમાં સારવાર કરાવી રહેલા લાલુ પ્રસાદ યાદવને મોકલ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news