Kangana Ranaut Drug Addict Video: જ્યારે કંગનાએ વીડિયો શેર કરીને કહ્યું- હું પણ કરતી હતી ડ્રગ્સનું સેવન


સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે, પોતે પહેલા ડ્રગ એડિક્ટ હતી. 

Kangana Ranaut Drug Addict Video: જ્યારે કંગનાએ વીડિયો શેર કરીને કહ્યું- હું પણ કરતી હતી ડ્રગ્સનું સેવન

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસથી બોલીવુડમાં ડ્રગ્સનો ઉપયોગ થવાનો આરોપ લગાવી રહી છે. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે 99 ટકા ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોકિન લે છે અને તેણે કેટલાક સ્ટાર્સના નામ લેતા ત્યાં સુધી કહી દીધું કે તેણે ખુદને સાચા સાબિત કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. પરંતુ હવે અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે, પોતે પહેલા ડ્રગ એડિક્ટ હતી. 

તેના આ નિવેદનને હાલના નિવેદનો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે અને લોકો કંગનાની મજાક કરી રહ્યાં છે. સાથે સોશિયલ મીડિયા પર તેના જૂના વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે ડ્રગ એડિક્ટ હોવાની વાત કરી રહી છે. ખાસ વાત છે કે આ વીડિયો વધુ જૂનો નથી, તેણે લૉકડાઉન દરમિયાન મનાલીમાં જ તેને શૂટ કર્યો હતો. આ દરમિયાન અભિનેત્રીએ નવરાત્રિમાં વીડિયો શેર કર્યો, જેમાં તેણે આધ્યાત્મ અને જીવન વિશે વાત કરી હતી. 

A post shared by Kangana Ranaut (@kanganaranaut) on

આ વીડિયોમાં કંગના કહે છે, 'જ્યારે ઘરમાંથી ભાગી, દોઢ-બે વર્ષમાં એક ફિલ્મ સ્ટાર હતી, એક ડ્રગ એડિક્ટ હતી. મારી જિંદગીમાં ઘણા કાંડ ચાલી રહ્યાં હતા કે હું તેવા લોકોના હાથે લાગી ચુકી હતી, મારા જીવનમાં ઘણું ગંભીર થઈ ગયું હતું. સાથે આ અભિનેત્રીએ વીડિયોમાં ફિલ્મી કરિયરના શરૂઆતી દિવસની વાત કરી છે. અભિનેત્રીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર 29 જૂને શેર કર્યો હતો.'

હવે લોકો આ વીડિયોને શેર કરી રહ્યાં છે અને મજાક કરી રહ્યાં છે. મહત્વનું છે કે આ દિવસોમાં શિવસેના અને કંગના આમને-સામને છે. પહેલા શિવસેનાના નેતા સંજય રાઉત અને કંગના વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું. ત્યારબાદ બીએમસીએ કાર્યવાહી કરતા કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામનો હવાલો આપીને તોડફોડ કરી હતી. હવે કંગના આજે મહારાષ્ટ્રના રાજ્યપાલની મુલાકાત પણ કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news