Maharashtra: આ પૂર્વ CMના માથે ફડણવીસની સરકાર બચાવવાની જવાબદારી, બહુમત ભેગુ કરી ઉતારશે 'કરજ'!

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે એ લોકોમાં સામેલ છે જેમને ભાજપે કોઈ પણ કિંમતે દેવેન્દ્ર ફડણવીસની સરકાર માટે બહુમતનો બંદોબસ્ત કરવા મોરચે લગાડ્યા છે. ભાજપના કોટામાંથી રાજ્યસભાના સાંસદ બનેલા રાણે આ મોરચે લાગવા પાછળનું એક કારણ એ છે કે તેઓ શિવસેના અને કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહી ચૂકેલા છે

Maharashtra: આ પૂર્વ CMના માથે ફડણવીસની સરકાર બચાવવાની જવાબદારી, બહુમત ભેગુ કરી ઉતારશે 'કરજ'!

નવી દિલ્હી: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે એ લોકોમાં સામેલ છે જેમને ભાજપે કોઈ પણ કિંમતે દેવેન્દ્ર ફડણવીસની સરકાર માટે બહુમતનો બંદોબસ્ત કરવા મોરચે લગાડ્યા છે. ભાજપના કોટામાંથી રાજ્યસભાના સાંસદ બનેલા રાણે આ મોરચે લાગવા પાછળનું એક કારણ એ છે કે તેઓ શિવસેના અને કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહી ચૂકેલા છે. બંને પક્ષોમાં આજે પણ વરિષ્ઠ નેતાઓથી લઈને વિધાયકો સુધી રાણેના અંગત સંબંધો છે. કોંગ્રેસના નેતાઓ સાથે પણ તેમના સારા સંબંધો હોવાનું કહેવાય છે. તેઓ સાર્વજનિક રીતે કહે છે કે, 'મારા મિત્રો દરેક જગ્યાએ છે. શિવસેનામાં ઉદ્ધવ અને કોંગ્રેસમાં અશોક ચૌહાણને છોડીને બધા મારા મિત્રો છે.'

આ ચર્ચિત નિવેદન તેમણે વર્ષ 2017માં કોંગ્રેસ છોડતી વખતે આપ્યું હતું. તેઓ અજિત પવારના સહયોગથી ફડણવીસના નેતૃત્વમાં બનેલી સરકાર માટે બહુમતનો જુગાડ કરીને ભાજપના કોટાથી મળેલી રાજ્યસભાની બેઠક મળવાનો કરજ ઉતારવા માંગે છે. વર્ષ 2018માં ગઠબંધન સહયોગી શિવસેનાના ભારે વિરોધ બાદ પણ ભાજપે તેમને પોતાના કોટાથી રાજ્યસભામાં મોકલ્યા હતાં. વિધાનસભા ચૂંટણી વખતે તેમની પાર્ટી મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષનો વિલય કરીને દેવેન્દ્ર ફડણવીસે તેમને ભાજપમાં સામેલ કર્યા હતાં.

महाराष्ट्र: पूर्व  मुख्यमंत्री नारायण राणे होंगे बीजेपी में शामिल

(નારાયણ રાણે-ફાઈલ ફોટો)

આ નેતાઓ કરી શકે છે મદદ
નારાયણ રાણેને બહુમત મેળવવાની જવાબદારી સોંપાવવાની પાછળ તેમના કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતાઓ સાથેના સંબંધોને પ્રમુખ કારણ ગણવામાં આવી રહ્યું છે. હકીકતમાં રાણે જ્યાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં છે ત્યાં રાધાકૃષ્ણ વિખે પાટિલ, ગણેશ નાઈક, બબન રાવ જેવા નેતાઓ કોંગ્રેસમાંથી એનસીપીમાં પણ આવ્યાં છે. કહેવાય છે કે રાણેનું આ કનેક્શન ફ્લોર ટેસ્ટ દરમિયાન સમર્થન ભેગુ કરવામાં કારગર સાબિત થશે. 

ભાજપની સરકાર બનાવવા માટે પૂરેપૂરી કોશિશ કરીશ
12 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ નારાયણ રાણેએ કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવવા માટે હું પૂરેપૂરી કોશિશ કરીશ. સરકાર બનાવવા માટે જે પણ કરવું પડશે તે કરીશ. સામ, દામ, દંડ, ભેદ તો શિવસેનાએ જ મને શિખવાડ્યા છે. નારાયણ રાણે અગાઉ કહી ચૂક્યા છે કે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે અને પાર્ટીએ ફક્ત 40થી 45 વિધાયકોના સમર્થનની જ વ્યવસ્થા કરવાની છે. નારાયણ રાણે કિશોર અવસ્થામાં જ શિવસેના સાથે જોડાયા હતાં. બાળાસાહેબ ઠાકરેએ વર્ષ 1999માં તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવ્યાં હતાં. તે વખતે બાળાસાહેબે મનોહર જોશીના સ્થાને તેમની તાજપોશી કરી હતી. પરંતુ નારાયણ રાણેને બાળા સાહેબના પુત્ર ઉદ્ધવ ઠાકરે સાથે ક્યારેય મનમેળ પડ્યો નહીં. 

જુઓ LIVE TV

શિવસેના-કોંગ્રેસ બંને પાર્ટીનો અનુભવ
નારાયણ રાણે ઉદ્ધવ ઠાકેરના નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવતા રહ્યાં અને આખરે શિવસેનાએ તેમને જુલાઈ 2005માં પાર્ટીમાંથી કાઢી મૂક્યાં. રાણે ત્યારબાદ કોંગ્રેસમાં સામેલ થયા અને પૃથ્વીરાજ ચૌહાણની સરકારમાં મહેસૂલ મંત્રી  બન્યાં. વર્ષ 2008માં કોંગ્રેસ નેતૃત્વ વિરુદ્ધ બોલવા બદલ તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતાં. ત્યારબાદ માફી માંગતા પાર્ટીમાં તેમની વાપસી થઈ. સપ્ટેમ્બર 2017માં પોતાની ઉપેક્ષાનો આરોપ લગાવતા નારાયણ રાણેએ કોંગ્રેસ છોડીને મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ નામની પાર્ટી બનાવી. નીકટતાના કારણે ભાજપે તેમને રાજ્યસભા મોકલ્યા. શિવસેનાના કારણે રાણેની પાર્ટીનો ભાજપમાં વિલય કેટલાક સમય સુધી લટકી રહ્યો હતો. પરંતુ દેવેન્દ્ર ફડણવીસની કોશિશોના કારણે છેલ્લે વિધાનસભા ચૂંટણી વખતે 15 ઓક્ટોબરના રોજ રાણે ભાજપમાં સામેલ થવામાં સફળ રહ્યાં. હવે તેમણે ફડણવીસની બીજી ઈનિંગ માટે બહુમત ભેગો કરીને પોતાનું કરજ ઉતારવાનું છે. 

(અહેવાલ સાભાર-આઈએએનએસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news