Sergey Lavrov India Visit: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારત પહોંચ્યા, આ છે તેમનો કાર્યક્રમ
Sergey Lavrov India Visit: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવના ભારતના પ્રવાસની જાણકારી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમનું સ્વાગત કર્યુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ નવી દિલ્હી પહોંચી ચુક્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. લાવરોવ ચીનમાં અફઘાનિસ્તાનના મામલા પર થયેલી બેઠકમાં સામેલ થયા બાદ ભારત પહોંચ્યા છે. તેમનો આ પ્રવાસ 24 કલાક જેટલો છે. રશિયા વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખઠારોવાએ જણાવ્યુ કે, પીએમ મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે લાવરોવની મુલાકાત 1 એપ્રિલે થવાની છે.
વાતચીતના મુદ્દામાં યુક્રેનની વર્તમાન સ્થિતિ વિષય મહત્વનો હશે. ભારત રશિયાના વિદેશ મંત્રી પાસેથી જાણવા ઈચ્છશે કે આ શાંતિવાર્તાઓમાં શું સ્થિતિ છે અને સમાધાન માટે રશિયા તરફથી શું પ્રયાસ કરવામાં આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ આ બંને દેશના વિદેશ મંત્રીઓની પ્રથમ આમને-સામને મુલાકાત છે.
વાર્તા દરમિયાન ભારત તરફથી તે પણ કહેવામાં આવશે કે તે શાંતિપૂર્ણ વાતચીત કૂટનીતિક પ્રયાસો દ્વારા મુદ્દાને ઉકેલવાના પક્ષમાં છે. ભારત આ વાતને સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવતું રહ્યું છે.
Welcoming the Foreign Minister of the Russian Federation Sergey Lavrov as he arrives in New Delhi for an official visit. pic.twitter.com/eHHCRgF30y
— Arindam Bagchi (@MEAIndia) March 31, 2022
ભારતનો પ્રયાસ રશિયાની સાથે સૈન્ય ખરીદ સહિત અન્ય પરિયોજનાઓ માટે પેમેન્ટ વ્યવસ્થા પર સ્થિતિ સ્પષ્ટ કરવાને લઈને પણ હશે. રશિયાની સાથે રૂપિયા-રૂબલ કારોબારની વ્યવસ્થા તો હાજર છે પરંતુ તે માત્ર સીમિત ઉત્પાદકો અને આયાત સુધી સીમિત છે. પરંતુ રશિયા વિરુદ્ધ લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે વ્યાપક કારોબાર જારી રાખવા અને રશિયાના ફાર ઈસ્ટ વિસ્તારમાં ભારતીય રોકાણને જારી રાખવામાં મુશ્કેલીઓ છે.
આ પણ વાંચોઃ ભાજપમાં સામેલ થનાર નિદા ખાન પર લગ્ન સમારોહમાં હુમલો, પતિએ કોર્ટમાં એસિડ ફેંકવાની આપી ધમકી
આ ભારતનું મહત્વ છે કે યુક્રેન સંકટ દરમિયાન વિપરીત પક્ષમાં ઇભેલ બ્રિટનના વિદેશ મંત્રી એલિઝાબેથ ટ્રસ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ એક સાથે ભારતમાં હશે. ટ્રસના પ્રવાસનો પ્રયાસ ભારતને યુક્રેનના મુદ્દા પર ભારતને પશ્ચિમી દેશોની સાથે ઉભા રહેવા અને પ્રાદેશિક સંપ્રભુતાના મામલા પર રશિયા વિરુદ્ધ ખુલીને બોલવા માટે આગ્રહ કરવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે