મોદી સરકાર 2.0નું પ્રથમ વર્ષ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણાવી સિદ્ધિઓ


મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે એક વર્ષ પૂરુ થયું છે. તેના પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ કરી હતી. નડ્ડાએ જણાવ્યુ કે, મોદીની નીતિઓને કારણે કોરોનાને ભારતમાં કંટ્રોલ કરવામાં આવ્યો છે. 

મોદી સરકાર 2.0નું પ્રથમ વર્ષ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણાવી સિદ્ધિઓ

નવી દિલ્હીઃ મોટા-મોટા દેશ જે સમયે કોરોના વાયરસની આગળ ઝૂકી ગયા છે તે સમયે ભારતની સ્થિતિ કંટ્રોલમાં છે. પીએમ નરેન્દ્ર મોદી મહત્વના સમયે લૉકડાઉન કર્યું જેથી ભારતની સ્થિતિ બાકી દેશોથી સારી છે. આ કહેવું છે ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું. આજે મોદી સરકારનો બીજો કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરુ થયું છે. જેના પર જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ કરી હતી. 

નડ્ડાએ કહ્યુ કે, અન્ય દેશોના મુકાબલે ભારતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના વિરુદ્ધ લડાઈ તે રીતે લડી જેમાં ભારતની સ્થિતિ સારી છે. તેમણે તે પણ કહ્યુ કે, ભારત આ સમયે ખુદને સંભાળતા આત્મનિર્ભર પણ બની રહ્યું છે. તેમણે જણાવ્યું કે, લૉકડાઉનના સમયે ભારતની કોરોના ટેસ્ટની ક્ષમતા માત્ર 10 હજાર પ્રતિદિવસ હતી આજે આ ક્ષમતા 1.60 લાખ ટેસ્ટ પ્રતિદિન છે. નડ્ડા પ્રમાણે, આજે દેશમાં આશરે 4.50 લાખ પીપીઈ કિટ્સ પ્રતિદિન બની રહી છે. આશરે 58,000 વેન્ટિલેટર દેશમાં બની રહ્યાં છે. 

છેલ્લા એક વર્ષમાં લેવાયા મોટા નિર્ણયઃ જેપી નડ્ડા
નડ્ડાએ કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં મોટા નિર્ણયો મોદી સરકારે લીધા છે. તેમણે કહ્યું કે, મોદીના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં ખુબ ડિસાઇસિવ નિર્ણયો લેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35એને હટાવી તે પ્રધાનમંત્રીની ઈચ્છા શક્તિનું પરિણામ હતું. 

સીએએનો ઉલ્લેખ કરતા નડ્ડાએ આગળ કહ્યુ, વર્ષોથી નાગરિકતા સંશોધન બિલ લટલાવવામાં આવી રહ્યું હતું. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ભેદભાવનો શિકાર શરણાર્થીઓને નાગરિકતા મળવી જોઈતી હતી પરંતુ તે થઈ શકતું નહતું. પ્રધાનમંત્રીએ નિર્ણય લીધો અને તેને કારણે આજે દેશમાં સીએએ લાગૂ થયું અને અલ્પસંખ્યકોને મુખ્યધારામાં સામેલ થવાની તક મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news