COVID 19: ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ Omicron થી પ્રથમ મોત, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી

 દેશમાં કોરોના વાયરસના નવા કેસની ગતિ ઝડપથી વધી રહી છે. જેના કારણે તમામ રાજ્યોમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હવે આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, 4 જાન્યુઆરીએ વિશ્વભરના દેશોમાં 25 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.
COVID 19:  ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ Omicron થી પ્રથમ મોત, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી

COVID 19 Omicron Cases:  દેશમાં કોરોના વાયરસના નવા કેસની ગતિ ઝડપથી વધી રહી છે. જેના કારણે તમામ રાજ્યોમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હવે આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, 4 જાન્યુઆરીએ વિશ્વભરના દેશોમાં 25 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.

કયા રાજ્યોમાં સૌથી વધુ સક્રિય કેસ છે?
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારાજિલ્લાઓમાં હાલના કોરોના કેસોની માહિતી આપતાં જણાવવામાં આવ્યું કે, 56 જિલ્લામાં કેસ પોઝિટીવીટી રેટ અઢી ટકાને વટાવી ગયો છે. વિવિધ રાજ્યોના જિલ્લાઓમાં કેસ સતત વધી રહ્યા છે. મુંબઈમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે કોલકાતામાં પણ કેસ વધી રહ્યા છે. 6 રાજ્યોમાં 10 હજારથી વધુ એક્ટિવ કેસ છે. 2 રાજ્યો એવા છે જ્યાં 5 થી 10 હજાર એક્ટિવ કેસ છે. 28 રાજ્યોમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. સૌથી વધુ સક્રિય કેસ મહારાષ્ટ્ર, બંગાળ, કેરળમાં છે.

આરોગ્ય સચિવે કહ્યું કે અમારો પ્રયાસ ઝડપથી રસીકરણ વધારવાનો છે. 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ શરૂ થયું છે. તેમાં લગભગ 7 કરોડ બાળકોને આવરી લેવાના છે. દેશમાં લગભગ 22 રાજ્યો એવા છે, જેમણે 90 ટકાથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપી દીધો છે.

ઓમિક્રોનને લઇને આપવામાં આવી હતી જાણકારી
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ઓમિક્રોન વેરિઅન્ટ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું કે, તેમાં એવું જોવા મળે છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઓછી છે. જ્યારે ગત વખત જ્યારે કોરોનાના કેસ વધ્યા હતા ત્યારે એવું નહોતું. જ્યાં પહેલા અમેરિકામાં બે લાખ 50 હજાર કેસ હતા, તેમાંથી 1 લાખ 33 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે જ્યારે 3 લાખ 94 હજાર કેસ નોંધાયા છે, તેમાંથી ફક્ત 90 હજાર લોકોને જ હોસ્પિટલમાં જવાની જરૂર છે. એ જ રીતે યુકે, ફ્રાન્સ અને ડેનમાર્કમાં પણ જોવા મળી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં ભારતમાં આ અંગે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં દેશના 24 રાજ્યોમાં ઓમિક્રોનના કુલ 2135 કેસ નોંધાયા છે. જેમાંથી 828 લોકો સાજા થયા છે, જ્યારે 1306 કેસ એક્ટિવ છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે આ માટે અમે સતત રાજ્યોના સંપર્કમાં છીએ. જ્યારે સ્વાસ્થ્ય સચિવને ભારતમાં ઓમિક્રોનથી થયેલા મૃત્યુ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં ઓમિક્રોનથી એક વૃદ્ધનું મોત થયું છે. જોકે દર્દી ડાયાબિટીસ અને અન્ય કેટલીક બીમારીઓથી પીડિત હતો.

રાજ્ય -         કુલ કેસ -     સાજા થયા

મહારાષ્ટ્ર -      653 -            259

દિલ્હી -        464 -              57

કર્ણાટક -      226 -             18

કેરળ -         185 -             58

રાજસ્થાન -   174 -           88

ગુજરાત -      154 -         95

તમિલનાડુ-    121 -       108

તેલંગાણા -    84 -         32

હરિયાણા -   71 -         59

ઓડિશા -     37 -        4

ઉત્તર પ્રદેશ -   31 -      4

આંધ્ર પ્રદેશ-   24 -      6

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news