Cyclone Tauktae: કોરોના સંકટ વચ્ચે વાવાઝોડાનો ખતરો, નામ છે 'તૌકતે', જાણો તમામ માહિતી

હવામાન વિભાગ અનુસાર દેશના પશ્ચિમી કિનારા પર રવિવારે વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન આવશે. લક્ષદ્વીપ, કેરલ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતને તેની અસર થઈ શકે છે.
 

Cyclone Tauktae: કોરોના સંકટ વચ્ચે વાવાઝોડાનો ખતરો, નામ છે 'તૌકતે', જાણો તમામ માહિતી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આ સપ્તાહે દેશના પશ્ચિમી કિનારા તરફથી ચક્રવાતી તોફાન આવવાની ભવિષ્યવાણી કરી છે. દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર એક ઓછા દબાણવાળુ ક્ષેત્ર બની રહ્યું છે, જેથી અરબ સાગર કિનારે આવેલા લક્ષદ્વીપ તરફ વધવાની આશંકા છે. આ દરમિયાન તોફાન ધીમે-ધીમે મજબૂત બનશે. 

વાવાઝોડું તૌકતે ક્યારે ટકરાશે
હવામાન વિભાગ અનુસાર દેશના પશ્ચિમી કિનારા પર રવિવારે વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન આવશે. લક્ષદ્વીપ, કેરલ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતને તેની અસર થઈ શકે છે. તેના કારણે 14થી 16 મે વચ્ચે કેરલ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદ થી શકે છે. રિપોર્ટ અનુસાર વાવાઝોડું સંભવતઃ 20 મેએ કચ્છ ક્ષેત્રમાં પસાર થતા દક્ષિણ પાકિસ્તાન તરફ જઈ શકે છે. જો આમ થાય તો તે ગુજરાતના સમુદ્ર વિસ્તારમાં 17 અને 18 મેએ પહોંચશે. હવામાન વિભાગ અનુસાર આગામી એક-બે દિવસમાં તેના વલણને લઈને વધુ ચોક્કસ જાણકારી મળી શકશે. કુલ મળીને આગામી સપ્તાહ સુધી તેના આવવાની સંભાવના છે. 

આ ક્ષેત્રોમાં ભારે વરસાદની આગાહી
લક્ષદ્વીપ, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને કેરલને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. સમુદ્રી વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાનું એલર્ટ આપ્યું છે. 

60 કિમીની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગ તરફથી જારી એલર્ટ પ્રમાણે લક્ષદ્વીપ, માલદીપના વિસ્તારમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ભારે પવન ફૂંકાશે. આ સિવાય કેરલ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં લોકોએ આંધી-તોફાનની સાથે વરસાદનો સામનો કરવો પડશે. 

16 મે સુધી ઝડપી બની શકે છે વાવાઝોડું
તૌકાતે 16 મે સુધી પૂર્વી મધ્ય સાગરમાં જોર પકડી શકે છે. તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે તેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ કેટલાક ન્યૂમેરિકલ મોડલ ગુજરાત અને દક્ષિણમાં કચ્છ ક્ષેત્ર તરફ હોવાની સંભાવનાને દર્શાવે છે, જ્યારે અન્ય દક્ષિણ ઓમાન તરફ તેના જવાના સંકેત આપી રહ્યાં છે. 

2021નું પ્રથમ ચક્રવાતી તોફાન 'તૌકતે', મ્યાનમારે રાખ્યું નામ
આ 2021નું પ્રથમ ચક્રવાતી તોફાન હશે. તેનું નામ મ્યાનમાર તરફથી તૌકતે રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે વધુ અવાજ કરનાર ગરોળી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news