મુંબઇની 16 માળની ઇમારતનાં 14માં માળે આગ, 4 વૃદ્ધ સહિત 5નાં મોત

મુંબઇના ચેમ્બરુનાં તિલકનગર ખાતે સરગમ સોસાયટીની ઇમારતમાં ગુરૂવારે આગ લાગી ગઇ હતી

મુંબઇની 16 માળની ઇમારતનાં 14માં માળે આગ, 4 વૃદ્ધ સહિત 5નાં મોત

મુંબઇ : મુંબઇના ચેમ્બુરના તિલકનગર ખાતે સરગમ સોસાયટીની ઇમારતનાં 14માં માળે ગુરૂવારે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 4 વૃદ્ધ સહિત 5 લોકોનાં મોત નિપજ્યાં છે. મુંબઇના ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર વી.એન પનિગ્રહીના અનુસાર ચેમ્બુરની સરગમ સોસાયટીની ઇમારતને ગુરૂવારે આગ લાગી હતી. તેમનાં અનુસાર ફાયર વિભાગની પાસે 07.46 વાગ્યે કોલ આવ્યો હતો. તત્કાલ 8 ફાયર ટીમ ગાડીઓ,1 ટેંકર અને અનેક એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવ્યા હતા, ભારે જહેમત બાદ આગને બુઝાવવામાં આવી. 

બીજી તરફ બૃહદમુંબઇ મહાનગરપાલિકાની ઇમરજન્સી ટીમનાં એક અધિકારીએ જણાવ્યું કે, ઉપનગરીય વિસ્તાર તિલનગરમાં આવેલ 16 માળની ઇમારતમાં 14માં માળે આગ લાગી હતી. મુંબઇ ફાયર વિભાગ રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે, તિલક નગરમાં ગણેશ ગાર્ડ નજીક સંગ્રામ સોસાયટીનાં 10માં ફ્લોર પર આગ લાગી છે. તેમણે ફાયર કર્મચારીઓને ફ્લેરથી 6 લોકોને બહાર કાઢ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિક એકમ દ્વારા સંચાલિત હોસ્પિટલનાં એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું કે, પાંચ લોકોનાં મોત નિપજ્યા છે.

ઘાયલ થયેલા 2 અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર છે. ઘાયલોમાં એક ફાયર કર્મચારી પણ છે. સ્થાનિક એકમોએ મૃતકોની ઓળખ સુનીતા જોશી (72) ભાલચંદ્ર જોશી (72) સુમન શ્રીનિવાસ જોશી (83), સરલા સુરેશ ગંગર (52) અને લક્ષ્મીબેન ગંગર (83) તરીકે કરી છે. સુનિતા જોશી વિકરોલીનાં પોલીસ ઇન્સપેક્ટર સંજય જોશીનાં માતા છે. ઘાયલોમાં શ્રીનિવાસ જોશી (86) અને ફાયર કર્મચારી છગનસિંહ (28) તરીકે થઇ છે. આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આગ લાગવાનાં કારણે અંગે તપાસ ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news