બાબા રામદેવ વિરુદ્ધ વધુ એક કેસ, એલોપથી પર ભ્રમ ફેલાવવાના આરોપમાં IMA એ નોંધાવી FIR

થોડા દિવસ પહેલા બાબા રામદેવે તરફથી કોરોના વેક્સિન લેવાની વાત કરવામાં આવી હતી. આ સિવાય તેમણે ડોક્ટરોને ધરતી પર દેવતા સમાન ગણાવ્યા હતા. તેનાથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને યોગ ગુરૂ વચ્ચે વિવાદ સમાપ્ત થવાની આશા કરવામાં આવી રહી હતી. 

બાબા રામદેવ વિરુદ્ધ વધુ એક કેસ, એલોપથી પર ભ્રમ ફેલાવવાના આરોપમાં IMA એ નોંધાવી FIR

રાયપુરઃ છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરૂ બાબા રામદેવ (baba ramdev) વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કોરોનાની સારવારમાં આપવામાં આવી રહેલી એલોપેથિક દવાઓને લઈને ખોટી જાણકારી ફેલાવવાના આરોપમાં તેમના પર આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગુરૂવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાબા રામદેવ વિરુદ્ધ બુધવારે રાત્રે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના છત્તીસગઢ યૂનિટ તરફથી એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. રાયપુરના એસએસપી અજય યાદવે જણાવ્યુ કે, રામદેવ વિરુદ્ધ કલમ 188, 268 અને 504 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહામારીને લઈને બેદરકારી દાખવવા, અશાંતિ ફેલાવવાના ઇરાદાથી અપમાન કરવા જેવા આરોપો હેઠળ તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે. 

થોડા દિવસ પહેલા બાબા રામદેવે તરફથી કોરોના વેક્સિન લેવાની વાત કરવામાં આવી હતી. આ સિવાય તેમણે ડોક્ટરોને ધરતી પર દેવતા સમાન ગણાવ્યા હતા. તેનાથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને યોગ ગુરૂ વચ્ચે વિવાદ સમાપ્ત થવાની આશા કરવામાં આવી રહી હતી. પરંતુ હવે એફઆઈઆરને કારણે એકવાર ફરી બન્ને વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ શકે છે. એસએસપી અજય યાદવે કહ્યુ કે, કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. આઈએસએ તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું કે રામદેવે ખોટી જાણકારી ફેલાવી છે. 

આ સિવાય મેડિકલ જગત તરફથી ઉપયોગ કરવામાં આવી રહેલી દવાઓને લઈને ડરાવવાની વાત કહી છે. આ દવાઓને ઉપયોગ માટે ભારત સરકાર અને આઈસીએમઆર તરફથી મંજૂરી મળી છે. તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં સોશિયલ મીડિયા પર તેમના વીડિયોનો હવાલો આપવામાં આવ્યો છે. 

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર તેના એવા ઘણા વીડિયો છે, જેમાં તેઓ ભ્રામક નિવેદન આપતા જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં ફરિયાદમાં કહેવામાં આવ્યું કે એવા સમયમાં જ્યારે કેન્દ્ર સરકાર, ડોક્ટર, પેરા મેડિકલ સ્ટાફ કોરોના સામે જંગ લડી રહ્યાં છે, ત્યારે રામદેવે સારવારની પ્રક્રિયા અને રીતને લઈને ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news