કોરોનાના દર્દીઓને રહેવા અને અંતિમ સંસ્કાર માટે નવી જગ્યાની શોધ શરૂ
દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે કોરોનાના નવા દર્દીઓને રહેવા માટે યોગ્ય સ્થળ અને અંતિમ સંસ્કાર અથવા દફનાવવા માટે વધારાની જમી શોધવાના આદેશ આપ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે કોરોનાના નવા દર્દીઓને રહેવા માટે યોગ્ય સ્થળ અને અંતિમ સંસ્કાર અથવા દફનાવવા માટે વધારાની જમી શોધવાના આદેશ આપ્યા છે. સોમવારે દિલ્હી ડીડીએમએ આ અંગે એક આદેશ જાહેર કર્યો છે.
ડીડીએમએ દ્વારા આદેશમાં દિલ્હીના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને કહેવામાં આવ્યું છે કે ચિન્હિત કરવામાં આવેલા પરિસર અને જમીન સંબંધી જાણકારી બુધવાર સુધી શેર કરે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યાની વધતી જતાં કોવિડ બેડની ક્ષમતા વધારવાની યોજના પહેલાંથી તૈયાર કરવી જરૂરી છે. આ સાથે જ અંતિમ સંસ્કાર કરવા તથા દફનાવવા માટે વધારાની જમીનની ઓળખ કરાવવી પણ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ 20 હજારને પાર કરી ગયા છે, અને અત્યાર સુધી 523 લોકોના મોત થયા છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસથી 2 પોલીસકર્મીઓના મોત પણ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે