Mumbai ની લોકલ ટ્રેનમાં સીટ બાબતે ઝગડી મહિલાઓ, વાળ ખેંચી કરી મારામારી, જુઓ Video

Mumbai Local Trains: મુંબઈની લોકલ ટ્રેનમાં સીટને લઈને મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલે શાંત કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને પણ ઈજા પહોંચી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

Mumbai ની લોકલ ટ્રેનમાં સીટ બાબતે ઝગડી મહિલાઓ, વાળ ખેંચી કરી મારામારી, જુઓ Video

મુંબઈઃ Mumbai News: મુંબઈની એક લોકલ ટ્રેનમાં કેટલીક મહિલાઓ વચ્ચે સીટને લઈને મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ઠાણે-પનવેલ મુંબઈ લોકલના લેડીઝ કોચમાં મહિલા યાત્રીકો વચ્ચે આ ઝગડો થયો હતો. 

વાયરલ મીડિયામાં મહિલાઓ ટ્રેનની અંદર એકબીજાના વાળ ખેંચતી જોવા મળી રહી છે. એક મહિલા કોન્સ્ટેબલ યાત્રીકોને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને તે ઈજાગ્રસ્ત થઈ ગયા. 

The woman police constable who went to the rescue got hurt.

Both women filed a case against each other at Vashi Railway Police Station.@Central_Railway #Mumbai pic.twitter.com/nFOKv7bOWv

— Siraj Noorani (@sirajnoorani) October 6, 2022

એસ કટારે, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક, વાશી રેલવે સ્ટેશને જણાવ્યું- વાશી રેલવે સ્ટેશન પર ઠાણેથી પનવેલ જઈ રહેલી લોકલ ટ્રેનમાં ત્રણ મહિલાઓ વચ્ચે મારામારી થઈ. સીટને લઈને વિવાદ બાદ કેટલીક મહિલાઓએ મારામારી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન એક મહિલા કર્મચારીને ઈજા પહોંચી છે. 

ઘટના વિશે જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક વૃદ્ધ મહિલા, તેની પૌત્રી ઠાણેથી લોકલ ટ્રેનમાં સવાર હતા અને કોપરખૈરણેમાં ટ્રેનમાં સવાર એક અન્ય મહિલા, સીટ ખાલી થવાની રાહ જોઈ રહી હતી. સીટ ખાલી થવા પર વૃદ્ધ મહિલાએ પૌત્રીને બેસવા માટે કહ્યું, સાથે બીજી મહિલાએ પણ સીટ મેળવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ અને મામલો મારામારી પર આવી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે મારપીટમાં સામેલ મહિલાઓએ એકબીજા વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. 

(Pic 1:Screengrab;viral video) pic.twitter.com/A6bPR3phhA

— ANI (@ANI) October 6, 2022

લોકલ ટ્રેનમાં ભારે ભીડ
નોંધનીય છે કે મુંબઈની લાઇફલાઇન કહેવાતી લોકલ ટ્રેનો પોતાની ભીડ માટે જાણીતી છે. મુંબઈ મહાનગર ક્ષેત્રમાં પોતાની વ્યાપક પહોંચ અને સ્થાનીક શહેરી વસ્તીના મોટા ભાગ દ્વારા ટ્રેનનો ઉપયોગ કરાતા મુંબઈની લોકલ ટ્રેનમાં હંમેશા ભીડ જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news