બાપરે! હરિયાણામાં એક વ્યક્તિને હાઈવેની મુસાફરી ભારે પડી, પૈસા ન ભરતા બ્લેકલિસ્ટ થયા

ભારતમાં ફાસ્ટેગના ઉપયોગથી સરકારનું ટોલ કલેક્શન વધ્યું છે. જ્યારે જનતા માટે ટોલ પ્લાઝા પર વેઈટિંગ સમય ઓછો થયો છે. પરંતુ ટેક્નોલોજીના ફાયદાની સાથે સાથે નુકસાન પણ થાય છે. હાલમાં જ એક વ્યક્તિને  હરિયાણા હાઈવે પર મુસાફરી કરવી ભારે પડી ગઈ. વ્યક્તિ પાસે 9 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ માંગવામાં આવ્યો. Paytm FASTag યૂઝરે હાલમાં જ જણાવ્યું કે તેમને NHAI (National Highway Authority of India) એ 9 કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે. આ ઘટનાને TeamBHP ફોરમ પર એક વ્યક્તિએ શેર કરી છે. 
બાપરે! હરિયાણામાં એક વ્યક્તિને હાઈવેની મુસાફરી ભારે પડી, પૈસા ન ભરતા બ્લેકલિસ્ટ થયા

Paytm Fastag Blacklist: ભારતમાં ફાસ્ટેગના ઉપયોગથી સરકારનું ટોલ કલેક્શન વધ્યું છે. જ્યારે જનતા માટે ટોલ પ્લાઝા પર વેઈટિંગ સમય ઓછો થયો છે. પરંતુ ટેક્નોલોજીના ફાયદાની સાથે સાથે નુકસાન પણ થાય છે. હાલમાં જ એક વ્યક્તિને  હરિયાણા હાઈવે પર મુસાફરી કરવી ભારે પડી ગઈ. વ્યક્તિ પાસે 9 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ માંગવામાં આવ્યો. Paytm FASTag યૂઝરે હાલમાં જ જણાવ્યું કે તેમને NHAI (National Highway Authority of India) એ 9 કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે. આ ઘટનાને TeamBHP ફોરમ પર એક વ્યક્તિએ શેર કરી છે. 

વ્યક્તિનું કહેવું છે કે તેમણે હરિયાણાના હિસાર પાસે સ્થિત Mayar ટોલ પ્લાઝાનો ઉપયોગ કર્યો હતો. તેમના જણાવ્યાં મુજબ પેટીએમ દ્વારા તેમને ખબર પડી  કે તેમનું ફાસ્ટેગ ઓછા બેલેન્સના કારણે બ્લેકલિસ્ટ થઈ ગયું છે. બેન વિશે પૂછતા તેમને ખબર પડી કે તેમને 9 કરોડ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યો હતો. જ્યારે હકીકતમાં ટોલ ચાર્જ 90 રૂપિયા થાય છે. 

વ્યક્તિએ લખ્યું કે આજે મને પેટીએમથી એક ટેક્સ્ટ મેસેજ મળ્યો કે ઓછા બેલેન્સના કારણે મારી કારનું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરી દેવાયું છે. પેટીએમ એપ્લિકેશનમાં ચેક કરતા મને ખબર પડી કે તેઓએ મને 9 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. સ્ક્રીનશોટ જુઓ. તેમણે વધુમાં લખ્યું છે કે ફાસ્ટેગનો ઉપયોગ ચાલુ રાખવા માટે પેટીએમ વોલેટમાં ₹ 9,00,00,000/- જોડવા માટે એક પોપઅપ આવ્યું. તે ટોલ પ્લાઝા પર સામાન્ય રીતે ટોલ 90 રૂપિયા હોય છે. હેલ્પલાઈન નંબરથી સંપર્ક કર્યો, પરંતુ તેનાથી કોઈ મદદ મળી નહીં. હવે આગળ કેવી રીતે વધીએ? કૃપા સલાહ આપો. 

No description available.

આ મામલે TeamBhp ના અન્ય યૂઝર્સે પણ પોત પોતાના અનુભવ શેર કર્યા. તેમાંથી એક યૂઝરે લખ્યું કે  તેને 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરાયા હતા. જો કે આ મામલાને ઉકેલવામાં આવ્યો હતો અને તેને ટેક્નિકલ ખામી ગણાવાયો હતો. અહીં એ ધ્યાન આપવા જેવું છે કે આવું પહેલીવાર નથી બન્યું કે યૂઝરને આટલી મોટી રકમ ચાર્જ કરવામાં આવી હોય. આ અગાઉ પણ આવી ઘટનાઓ ઘટેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news