મહેબૂબા સાથે બેઠક બાદ ફારૂક અબ્દુલ્લા બોલ્યા-, 'અમે એન્ટી-બીજેપી છીએ, એન્ટી-નેશનલ નથી'


ફારૂક અબ્દુલ્લાને પીપુલ્સ અલાયન્સ ફોર ડિક્લેરેશનના અધ્યક્ષ અને મહેબૂબા મુફ્તીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો સજાદ લોનને ગઠબંધનના પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. 

મહેબૂબા સાથે બેઠક બાદ ફારૂક અબ્દુલ્લા બોલ્યા-, 'અમે એન્ટી-બીજેપી છીએ, એન્ટી-નેશનલ નથી'

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના આવાસ પર શનિવારે ગુપકાર ઘોષણા (પીપુલ્સ અલાયન્સ ફોર ડિક્લેરેશન)ની બેઠક શનિવારે બપોરે આયોજીત થઈ હતી. તેમાં જમ્મુ-કાશ્મીરના 6 રાજકીય પક્ષો સામેલ થયા હતા. બેઠકમાં ફારૂક અબ્બુલ્લાને પીપુલ્સ અલાયન્સ ફોર ડિક્લેરેશનના અધ્યક્ષ અને મહેબૂબા મુફ્તીને ઉપાધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. તો સજાદ લોનને ગઠબંધનના પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. 

મીડિયાને સંબોધિત કરતા અબ્દુલ્લાએ કહ્યુ- આ એક રાષ્ટ્ર-વિરોધી જમાત નથી. અમારો ઉદ્દેશ્ય તે નક્કી કરવાનો છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોના અધિકારીઓને ફરી અપાવવામાં આવે. તેમણે આગળ કહ્યું કે, તેમને ધર્મના નામ પર વિભાજીત કરવાનો પ્રયાસ નિષ્ફળ થઈ જશે અને કહ્યું કે, આ ધાર્મિક લડાઈ નથી. 

— ANI (@ANI) October 24, 2020

તો મીડિયા સાથે વાત કરતા સજાદ લોને જાહેરાત કરી કે તત્કાલીન જમ્મુ-કાશ્મીરનો ઝંડો ગઠબંધનનું પ્રતીક હશે અને 17 નવેમ્બરે શ્રીનગરમાં એક સંમેલન થશે, ત્યારબાદ બે સપ્તાહની અંદર જમ્મુમાં વધુ એક બેઠક યોજાશે. 

તેજસ્વીના ઘોષણાપત્રમાં 10 લાખ નોકરી, 85% બિહારીઓ માટે અનામત,  RJDએ જણાવ્યું કારણ  

સજાદ લોને કહ્યુ, એક મહિનાની અંદર દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે. જેના માધ્યમથી અમે તે જૂઠની પાઠળના સત્યને પ્રસારિત કરીશું. આ જમ્મુ-કાશ્મીરના લોકોને શ્રદ્ધાંજલિ હશે, જેની બદનામી થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news