Farmers Protest News: કૃષિ કાયદા પર SCના વલણથી જોશમાં સોનિયા, વિપક્ષી નેતાઓને કર્યો ફોન, શરદ પણ એક્ટિવ

Farm Law News:  કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી  (Sonia Gandhi)એ આ વચ્ચે વિપક્ષી નેતાઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. અત્યાર સુધી મોદી સરકારને ઘેરવામાં નિષ્ફળ રહેનાર વિપક્ષને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ તક મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે સોનિયા આગામી બજેટ સત્ર દરમિયાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) સરકારને ઘેરવાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. 

  Farmers Protest News: કૃષિ કાયદા પર SCના વલણથી જોશમાં સોનિયા, વિપક્ષી નેતાઓને કર્યો ફોન, શરદ પણ એક્ટિવ

નવી દિલ્હીઃ કિસાન આંદોલન (Farmers Protest)ને યોગ્ય રીતે હેન્ડલ ન કરવાને લઈને સુપ્રીમ કોર્ટેની કેન્દ્રને ફટકાર બાદ વિપક્ષી પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. કૃષિ કાયદા પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે અને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી  (Sonia Gandhi)એ આ વચ્ચે વિપક્ષી નેતાઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. અત્યાર સુધી મોદી સરકારને ઘેરવામાં નિષ્ફળ રહેનાર વિપક્ષને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ તક મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે સોનિયા આગામી બજેટ સત્ર દરમિયાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) સરકારને ઘેરવાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. 

સોનિયા મોદી સરકારને ઘેરવાની બનાવી રહ્યાં છે સંયુક્ત રણનીતિ
કોંગ્રેસેસોમવારે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ બાદ નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી અને સરકારને ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરવાની માંગ કરી હતી. સંસદના બજેટ સત્ર પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષના એવા ઘણા નેતાઓના સંપર્કમાં છે જે કૃષિ કાયદાને લઈને સરકારને ઘેરવાની સંયુક્ત રણનીતિ તૈયાર કરવા જલદી બેઠક કરશે. સંસદના સત્ર પહેલા વિપક્ષી નેતાઓની બેઠક બોલાવવાના ઈરાદાથી વિપક્ષના લોકો સાથે સોનિયાએ વાતચીત શરૂ કરી દીધી છે. સૂત્રો પ્રમાણે સોનિયાએ સોમવારે કેટલાક વિપક્ષી નેતાઓ સાથે વાત કરી અને અન્ય સાથે મંગળવારે વાત કરશે. આ કવાયતનો ઇરાદો કૃષિ કાયદા અને અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને સરકારને ઘેરવાની સંયુક્ત રણનીતિ બનાવવાનો છે. ઘણા વિપક્ષી દળ, ખાસ કરીને કોંગ્રેસ કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ કરી રહી છે. 

શરદ પવાર પણ એક્ટિવ
તો સોનિયાએ વિપક્ષી નેતાઓને ફોન કરી એક સંયુક્ત બેઠક આયોજીત કરવાનો આગ્રહ કર્યો છે જેથી કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધનું માળખુ તૈયાર કરી શકાય. એનસીપી નેતા શરદ પવારે લેફ્ટ નેતાઓ સીતારામ યેચુરી અને ડી રાજા સાથે મુલાકાત વચ્ચે સોનિયા પણ એક્ટિવ થઈ છે અને વિપક્ષી નેતાઓને ફોન કર્યા છે. પવારે ચેયુરી અને ડી રાજા સાથે કિસાન આંદોલન મુદ્દે વાતચીત કરી છે. 

સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓથી કોંગ્રેસ ઉત્સાહિત
કોંગ્રેસ કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓને લઈને ઉત્સાહિત છે અને પાર્ટી નેતાઓનું માનવું છે કે સર્વોચ્ચ અદાલત આ કાયદાને સ્થગિત કરી શકે છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ, અમે સુપ્રીમ કોર્ટ અને તેની ચિંતાઓનું સન્માન કરીએ છીએ. પરંતુ આ કાયદાને રદ્દ કરવા સિવાય કોઈ બીજુ સમાધાન નથી. 

મંગળવારે ચુકાદો આપી શકે છે સુપ્રીમ કોર્ટ
આ પહેલા મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ એ એપ બોપન્ના અને ન્યાયમૂર્તિ વી રામાસુબ્રમણિયને સોમવારે સુનાવણી દરમિયાન તે વાત તરફ ઇશારો કર્યો કે, આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપી શકે છે. ન્યાયાલયની વેબસાઇટ પર આ સંબંધમાં સૂચના આપવામાં આપવામાં આવી છે. તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કિસાનોના મુદ્દા પર કોર્ટ અલગ અલગ ભાગમાં આદેશ પારિત કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news