Farmers Protest: આજે Jind માં મહાપંચાયત, રાકેશ ટિકૈત પણ થશે સામેલ, તૈયાર થશે આગળની રણનીતિ

જિંદના કંડાલા ગામમાં ખેડૂત આંદોલન મુદ્દે થનારી મહાપંચાયતમાં BKU ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ સામેલ થવાના છે. આ મહાપંયાતમાં ખેડૂત આંદોલનની આગળની રૂપરેખા તૈયાર થશે. 

Farmers Protest: આજે Jind માં મહાપંચાયત, રાકેશ ટિકૈત પણ થશે સામેલ, તૈયાર થશે આગળની રણનીતિ

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ દિલ્હી (Delhi) બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલુ છે. મંગળવારે આ મુદ્દે સંસદમાં હંગામો જોવા મળ્યો. લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં વિપક્ષ કૃષિ કાયદા, ખેડૂતો મુદ્દે ચર્ચાની માંગ પર મક્કમ રહ્યા. મંગળવારે સદનની કાર્યવાહી અનેકવાર સ્થગિત કરવી પડી. અંતમાં પહેલા રાજ્યસભા અને ત્યારબાદ લોકસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરાઈ. આ બાજુ આજે જિંદના કંડાલા ગામમાં ખેડૂત આંદોલન મુદ્દે થનારી મહાપંચાયતમાં BKU ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ સામેલ થવાના છે. આ મહાપંયાતમાં ખેડૂત આંદોલનની આગળની રૂપરેખા તૈયાર થશે. 

કોંગ્રેસે સંસદમાં સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો છે. જેને લઈને આજે સંસદમાં હોબાળો થવાના એંધાણ છે. આ બાજુ સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન હોબાળો કરવાની પહેલ પણ પરંપરા રહી નથી. હવે જે વિપક્ષ કરે છે તે પણ યોગ્ય નથી. જો તેમને કોઈ મુદ્દે ચર્ચા કરવી હોય તો રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન તેઓ પોતાની વાત રજુ કરી શકે છે. સરકાર તેના પર જવાબ આપશે. જેટલો સમય ઈચ્છો એટલો અમે આપી શકીએ છીએ. પરંતુ સૌથી પહેલા રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થવી જોઈએ. 

સંસદીય કાર્યમંત્રીએ કહ્યું કે જ્યાં સુધી ખેડૂતો ( Farmers) ની વાત છે તો મોદી સરકારે જેટલું ખેડૂતો માટે કર્યું છે તેટલું આ અગાઉની કોઈ સરકારે કર્યું નથી. હું વિપક્ષને અપીલ કરું છું, વ્યક્તિગત રીતે પણ, સરકાર તરફથી પણ કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થવા દો. તમારી વાત રજુ  કરો અને પ્રશ્નકાળ પણ ચાલવા દો. 

આ બાજુ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર કૃષિ કાયદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકાર ખેડૂતો સાથે વાત કરવા માટે પ્રતિબદ્ધ છે. જો કે આમ છતાં વિપક્ષે તેવર દેખાડવાના બંધ કર્યા નહીં. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આંદોલન દરમિયાન 150 થી વધુ ખેડૂતોના જીવ ગયા. એવું લાગે છે કે આપણે ફરીથી બ્રિટિશ કાળમાં જઈ રહ્યા છે. 

જિંદમાં પંચાયત, ટિકૈત ભરશે હુંકાર
ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત ( Rakesh Tikait)  આજે હરિયાણાના જિંદમાં થનારી મહાપંચાયતમાં સામેલ થવાના છે. આ દરમિયાન હરિયાણાના ખેડૂતો અને ખાપ મળીને આગળના આંદોલન ( Farmers Protest ) ની રૂપરેખા તૈયાર કરશે. રાકેશ ટિકૈત જિંદમાં કંડેલા ખાપના ઐતિહાસિક ચબૂતરા પર જનસભાને સંબોધિત કરશે. કંડેલા એ જ ગામ છે જેણે રાકેશ ટિકૈતના આંસુઓ બાદ સૌથી પહેલા રોડ જામ કર્યો હતો અને દિલ્હી કૂચ કરીને આંદોલનને નવી ધાર આપી હતી. 

ખેડૂત નેતા રાકેશ ટિકૈત પહેલા કંડેલા અને ત્યારબાદ ખટકડ ટોલ પર ચાલી રહેલા ઘરણા સ્થળ પર લોકોને સંબોધિત કરશે. આ બધા વચ્ચે રાકેશ ટિકૈતે કહ્યું કે લોની ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે આંદોલન દરમિયાન સામાન અને ધાબળા મોકલાવ્યા હતા. કંડલા ખાપના પ્રધાન ટેકરામ કંડેલાએ જણાવ્યું કે મહાપંચાયતમાં બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત, મહાસચિવ યુદ્ધવીર સિંહ, ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની, પંજાબથી નેતા લબીર સિંહ રાજેવાલ, રતન સિંહ માન, ચૌધરી જોગેન્દ્ર સિંહ માન ઉપરાંત હરિયાણાના તમામ ખાપ પંચાયત, તપે, બારહા ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના ખેડૂતો ભાગ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news