ખેડૂત નેતા Rakesh Tikait ના કાફલા પર હુમલો, BJP પર લગાવ્યો આરોપ
ખેડૂત નેતા રાકેશ ટિકેતના (Rakesh Tikait) કાફલા પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ હુમલામાં ટિકેટનો બચાવ થયો છે. હુમલો શુક્રવારના રાજસ્થાના (Rajasthan) અલવરમાં થયો હતો
Trending Photos
નવી દિલ્હી: ખેડૂત નેતા રાકેશ ટિકેતના (Rakesh Tikait) કાફલા પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ હુમલામાં ટિકેટનો બચાવ થયો છે. હુમલો શુક્રવારના રાજસ્થાના (Rajasthan) અલવરમાં થયો હતો. તેમને જણાવી જઇએ કે, કેન્દ્રના કૃષિ કાયદા (Farm Laws) વિરોધમાં ટિકેત દેશના ઘણા ભાગોનો પ્રવાસ કરી રહ્યા છે. તેમણે પર હુમલાનો આરોપ BJP પર લગાવાયો છે.
રાકેશ ટિકેતે (Rakesh Tikait) ટ્વીટ કરી કહ્યું, રાજસ્થાનના (Rajasthan) અલવર જિલ્લાના તતારપુર ચાર રસ્તા, બાનસુર રોડ પર ભાજપના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો, લોકતંત્રની હત્યાની તસવીર.
राजस्थान के अलवर जिले के ततारपुर चौराहा, बानसूर रोड़ पर भाजपा के गुंडों द्वारा जानलेवा पर हमला किए गए, लोकतंत्र के हत्या की तस्वीरें pic.twitter.com/aBN9ej7AXS
— Rakesh Tikait (@RakeshTikaitBKU) April 2, 2021
હકીકતમાં, કૃષિ કાયદાઓના (Farm Laws) વિરોધમાં શુક્રવારે અલવરના હરસોલી તેમજ બાનસુરમાં યોજાયેલી ખેડુત રેલીમાં (Farmer rally) હરસોલીથી બાનસુર જતા સમયે રાકેશ ટિકેતના (Rakesh Tikait) કાફલા પર તતારપુરા નજીક સેંકડો લોકોએ હુમલો કર્યો હતો. જે બાદ ટિકેટના સમર્થકો તે જગ્યા પર જ ધરણા પર બેઠા હતા અને જલ્દીથી હુમલો કરનારાઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. સ્થાનિક વહીવટીતંત્રએ સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે