Bharat Bhandh: કિસાન સંગઠનોએ ફરી કર્યું ભારત બંધનું એલાન, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિરુદ્ધ કરશે પ્રદર્શન

કિસાન સંગઠનોએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ 26 માર્ચે પોતાના આંદોલનના ચાર મહિના પૂરા થવા પર ભારત બંધ (bharat bandh) નું આહ્વાન કર્યું છે. સંયુક્ત કિસાન મોર્ચાના નેતા બૂટા સિંહે બુધવારે કહ્યુ કે, કિસાન અને વ્યાપાર સંઘ મળીને 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ખાનગીકરણ વિરુદ્ધ પ્રદર્શન કરશે.

Bharat Bhandh: કિસાન સંગઠનોએ ફરી કર્યું ભારત બંધનું એલાન, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિરુદ્ધ કરશે પ્રદર્શન

નવી દિલ્હીઃ કિસાન સંગઠનોએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ 26 માર્ચે પોતાના આંદોલનના ચાર મહિના પૂરા થવા પર ભારત બંધ (bharat bandh) નું આહ્વાન કર્યું છે. સંયુક્ત કિસાન મોર્ચાના નેતા બૂટા સિંહે બુધવારે કહ્યુ કે, કિસાન અને વ્યાપાર સંઘ મળીને 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ખાનગીકરણ વિરુદ્ધ પ્રદર્શન કરશે. તેમણે સિંધુ બોર્ડર પર કહ્યુ કે અમે 26 માર્ચના પોતાના આંદોલનના ચાર મહિના પૂરા થવા પર પૂર્ણ રૂપથી ભારત બંધનું પાલન કરીશું. શાંતિપૂર્ણ બંધ સવારથી સાંજ સુધી પ્રભાવી રહેશે. તેમણે કહ્યું કે, કિસાન 19 માર્ચે 'મંડી બચાવો-ખેતી બચાવો' દિવસ ઉજવીશું. મહત્વનું છે કે દિલ્હીની સિંધુ બોર્ડરથી લઈને ટીકરી બોર્ડર અને ત્યાં સુધી ગાઝિપુર બોર્ડર પર પણ કિસાનોનો જમાવડો હજુ પણ છે. 

કિસાન 26 નવેમ્બર 2020થી બેઠા છે ધરણા પર
પાછલા વર્ષે 26 નવેમ્બરે કિસાનોની દિલ્હી કૂચ પંજાબ અને હરિયાણાથી નિકળેલા કિસાનોના જથ્થાએ દિલ્હી તરફ કૂચ કરી હતી. પંજાબ હરિયાણાની સરહદ પર ખુબ બબાલ થઈ હતી. સિંધુ બોર્ડર પર ટકરાવ છતાં કિસાન આગળ વધતા ગયા. રાતમાં કિસાન તમામ મુશ્કેલીઓ અને હરિયાણા પોલીસના પડકારનો સામનો કરતા સિંધુ બોર્ડર પર પહોંચ્યા હતા. જ્યાં દિલ્હી પોલીસે તેમને રોકી દીધા હતા. દિલ્હી ચલોનું અભિયાન દિલ્હીની સરહદની અંદર ન આવી શક્યા. નક્કી થયું કે દિલ્હીના બુરાડી મેદાનમાં પ્રદર્શનની મંજૂરી આપવામાં આવે, જેને કિસાનોએ ઠુકરાવી દીધી હતી. 

સરકાર-કિસાનો વચ્ચે 11 રાઉન્ડની વાતચીચ
મહત્વનું છે કે 1 ડિસેમ્બરથી સરકાર અને કિસાનો વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો. પહેલા રાઉન્ડની બેઠક બાદ અત્યાર સુધી કુલ 11 રાઉન્ડની વાતચીત થઈ પરંતુ કોઈ સમાધાન થયું નહીં. અલગ-અલગ પ્રસ્તાવો છતાં કિસાનો ત્રણ કાયદાની વાપસી અને એમએસપી પર કાયદો બનાવવાની માંગ કરી રહ્યાં છે. સરકારે કાયદાને આશરે દોઢ વર્ષ સુધી કાયદાને સ્થગિત કરવાનો પ્રસ્તાવ આપ્યો, જેને કિસાનોએ ઠુકરાવી દીધો હતો. 

8 ડિસેમ્બર 2020ના કિસાનોએ કર્યું હતું ભારત બંધ
મહત્વનું છે કે કૃષિ કાયદાના વિરોધમાં 8 ડિસેમ્બરે કિસાન સંગઠનોએ ત્રણ કલાક ભારત બંધ કર્યું હતું. ઘણી જગ્યાએ ટ્રાફિક રોકવામાં આવ્યો, બજારો બંધ રાખવાનું કિસાન સંગઠનોએ આહ્વાન કર્યું હતું, જેની અસર કેટલાક રાજ્યોમાં જોવા મળી હતી. 

26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં થઈ હતી બબાલ
મહત્વનું છે કે કિસાન આંદોલન વચ્ચે 26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં ખુબ બબાલ થઈ હતી. કિસાન યુનિયન અને પોલીસ વચ્ચે બેઠકો બાદ ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર રેલીનો રૂટ નક્કી કરવામાં આવ્યો, પરંતુ ટ્રેક્ટર રેલી નિર્ધારિત સમય પહેલા દિલ્હીની સરહદમાં પ્રવેશ કરી ગઈ. નક્કી રૂટ સિવાય કિસાનોએ આઈટીઓ અને લાલ કિલ્લા પર કૂચ કરી હતી. રસ્તા પર પોલીસ અને કિસાન વચ્ચે ટકરાવ થયો, હિંસા થઈ અને કિસાનોનો એક જથ્થો લાલ કિલ્લા પર પહોંચ્યો અને ત્યાં શીખ ધર્મનો ઝંડો ફરકાવી દીધો હતો. ત્યારબાદ પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news