કેન્દ્રીય મંત્રી Pralhad Joshi નું Rahul Gandhi પર નિશાન, ટ્રેક્ટર પર એક્ટર બનવાનો પ્રયાસ કરે છે

કેન્દ્રીય મંત્રી (Union Minister) અને ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતા પ્રહલાદ જોશી (Pralhad Joshi)એ ખેડૂત કાયદાઓ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પ્રહલાદ જોશી (Pralhad Joshi)એ મંગળવારે કહ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) ટ્રેક્ટર પર એક્ટર બનવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં ટ્રેક્ટર રેલી કરી હતી. રાહુલની આ રેલી પર ભાજપે શાબ્દિક પ્રહારો કર્યા છે. 

કેન્દ્રીય મંત્રી Pralhad Joshi નું Rahul Gandhi પર નિશાન, ટ્રેક્ટર પર એક્ટર બનવાનો પ્રયાસ કરે છે

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી (Union Minister) અને ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતા પ્રહલાદ જોશી (Pralhad Joshi)એ ખેડૂત કાયદાઓ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પ્રહલાદ જોશી (Pralhad Joshi)એ મંગળવારે કહ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) ટ્રેક્ટર પર એક્ટર બનવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં ટ્રેક્ટર રેલી કરી હતી. રાહુલની આ રેલી પર ભાજપે શાબ્દિક પ્રહારો કર્યા છે. 

ભાજપ નેતા પ્રહલાદ જોશી (Pralhad Joshi)એ કહ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) જો એપીએમસીના પક્ષમાં છે તો કેરળ (Kerala)માં તે શા માટે નથી. કેન્દ્રીયમંત્રીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધતા કહ્યું કે, પંજાબમાં તમારી સરકાર એક નવો જ કાયદો લઇને આવી હતી, જેમાં કરાર તોડનારા ખેડૂતોને જેલ મોકલવાનું પ્રાવધાન પણ હતું. આ અગાઉ વાયનાડમાં ટ્રેક્ટર રેલી કરતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વડાપ્રધાન (Prime minister) મોદી (Narendra Modi) પર નિશાન સાધ્યું હતું. તેમણે ખેડૂત આંદોલન અંગે વડાપ્રધાન (Prime minister)ની ચુપકીદી અંગે સવાલ ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું કે, ખેડૂતોની સ્થિતી પોપ સ્ટાર પણ બોલી ચુક્યા છે. પરંતુ ભારત સરકારને તેમાં કોઇ જ રસ નથી. જ્યા સુધી સરકાર પર દબાણ કરવામાં નહી આવે ત્યા સુધી તેઓ ત્રણેય ખેડૂત કાયદાઓને પરત નહી ખેંચે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, ત્રણેય કાયદાઓ ખેડૂતોને બરબાદ કરવા માટે બનાવાયા છે. તેમણે આરોપ લગાવ્યો કે, કેટલાક લોકો તેમાં પોતાનો અધિકાર જમાવવા માંગે છે. રાહુલે લોકોને અપીલ કરી કે તેઓ કાયદા પરત લેવા માટે સરકાર પર દબાણ કરે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) ખેડૂત કાયદાઓ મુદ્દે સતત કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં અવાજ પણ ઉઠાવતા રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news