હરિદ્વારમાં આવેલા છે આ પ્રસિદ્ધ મંદિરો, મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચે છે ભક્તો

હરિદ્વાર જેટલું સુંદર છે એટલા સુંદર ત્યાંના મંદિર છે. જો તમે પણ હરિદ્વાર ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો અહીંના પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરવાનું ભૂલતા નહીં.

હરિદ્વારમાં આવેલા છે આ પ્રસિદ્ધ મંદિરો, મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચે છે ભક્તો

હરિદ્વારઃ હરિદ્વાર એ હિંદુ ધર્મમાં સૌથી અગ્રણી તીર્થસ્થાન છે અને તેથી જ હરિદ્વારના મંદિરો સમગ્ર ભારતમાં ખૂબ જ આદરણીય છે. હરિદ્વારમાં મોટા પ્રમાણમાં મંદિરો અને પ્રાચીન સ્થળો છે જે વિવિધ દેવી-દેવતાઓને સમર્પિત છે અને આમાંના મોટા ભાગના પવિત્ર સ્થાનો ટેકરીઓ પર સ્થિત છે. જો તમે પણ આ મંદિરોની મુલાકાત લેવા ઇચ્છો છો, તો સૌથી પહેલા હરિદ્વારના તે પ્રખ્યાત મંદિરો વિશે જાણી લો, જે ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે.

હરિદ્વારમાં મનસા દેવી મંદિર- Mansa Devi Temple in Haridwar
મનસા દેવી મંદિર હરિદ્વારમાં એક પ્રસિદ્ધ મંદિર છે જે દેવી મનસાને સમર્પિત છે, જેને શક્તિના રૂપમાં ઓખળવામાં આવે છે. તેમ માનવામાં આવે છે કે તે ભગવાન શિવના મસ્તિષ્કમાંથી નિકળ્યા હતા. તે હરિદ્વારમાં પંચ તીર્થ કે પાંચ તીર્થોમાંથી એક છે અને તેને સિદ્ધ પીઠના રૂપમાં ઓળખવામાં આવે છે. આ મંદિર સુધી પહોંચવા માટે તમે સીડી અથવા કેબલ કારનો સહારો લઈ શકો છો. આ મંદિરમાં દર્શનનો સમય સવારે 5 થી 9 વાગ્યાનો છે, અહીં આરતી સવારે 5:30 વાગ્યે થાય છે.

હરિદ્વારમાં ચંડી દેવી મંદિર- Chandi Devi Temple in Haridwar
શિવાલિક પહાડીઓના નીલ પર્વત પર સ્થિત હરિદ્વારનું ચંડી દેવી મંદિર, ચંદા દેવીને સમર્પિત છે. આ હરિદ્વારના પાંચ તીર્થોમાંથી એક છે અને તેને સિદ્ધ પીઠના નામથી પણ ઓળખવામાં આવે છે, જ્યાં ભક્ત પોતાની મનોકામના માંગવા માટે અહીં દર્શન કરવા આવે છે. ચંડી દેવી મંદિર પોતાના ટ્રેકિંગ પોઈન્ટ માટે પણ પર્યટકો વચ્ચે ખુબ પ્રસિદ્ધ છે. ત્યાં તમે કેબલ કારની મદદથી પણ પહોંચી શકો છો. આ મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 7 કલાકથી સાંજે 7 કલાક સુધીનો છે. 

હરિદ્વારનું વૈષ્ણો દેવી મંદિર - Vaishno Devi temple in Haridwar 
કાશ્મીરમાં આવેલા વૈષ્ણો દેવી મંદિરની એક પ્રતિકૃતિ હરિદ્વારમાં પણ હાજર છે. હરિદ્વારના વૈષ્ણો દેવી મંદિરમાં સુરંગ અને ગુફાઓ બનાવવામાં આવી છે, જે ગર્ભગૃહ ગુફા તરફ જાય છે. આ મંદિરમાં ત્રણ મુખ્ય દેવી છે- લક્ષ્મી, કાલી અને સરસ્વતી. આ પણ શક્તિ પીઠના મંદિરોમાંથી એક છે. આ મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 8 કલાકથી રાત્રે 8 કલાકનો છે. 

હરિદ્વારમાં દક્ષ મહાદેવ મંદિર - Daksha Mahadev Temple in Haridwar
હરિદ્વારમાં કનખલમાં સ્થિત દક્ષ મહાદેવ સૌથી જૂના મંદિરોમાંથી એક છે અને શૈવો (શિવની પૂજા કરનાર) માટે એક મુખ્ય તીર્થ સ્થાન છે. મંદિરના મુખ્ય દેવતા ભગવાન શિવ અને દેવી સતી છે. મંદિરનું નામ દેવી સતીના પિતા રાજા દક્ષ પ્રજાપતિના નામ પર રાખવામાં આવ્યું છે. દક્ષિણેશ્વર મદાદેવ મંદિરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, તેમાં મુખ્ય મંદિરની ડાબી બાજુએ યજ્ઞ કુંડ અને દક્ષા ઘાટ છે જ્યાં ભક્તો પવિત્ર નદી ગંગામાં ડૂબકી લગાવે છે. આ મંદિરમાં જવાનો સમય સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે.

હરિદ્વારમાં માયા દેવી મંદિર - Maya Devi Temple in Haridwar
હરિદ્વારમાં માયા દેવી મંદિર સતીના અવતાર દેવી માયાને સમર્પિત છે. પૌરાણિક કથાઓ અનુસાર દેવી સતીની નાભિ અને હ્રદય અહીં મંદિરમાં પડ્યું હતું. મંદિરમાં દેવી માયા, દેવી કાલી અને દેવી કામાખ્યાની મૂર્તિઓ સ્થાપિત છે. નવરાત્રિ અને કુંભ મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આ મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 6 કલાકથી બપોરે 12 સુધી તો સાંજે 4થી રાત્રે 8 કલાક વચ્ચે દર્શન કરી શકો છો. 

નીલેશ્વર મહાદેવ મંદિર - Neeleshwar Mahadev Temple in Haridwar 
નીલેશ્વર મહાદેવ મંદિર હરિદ્વારમાં નીલ પર્વતની તળેટીમાં સ્થિત છે. આ મંદિરમાં શિવલિંગ, નંદીની એક મૂર્તિ, શિવની મૂર્તિ છે, જેને એક કાચના બોક્સમાં બંધ મંદિરની બહાર રાખવામાં આવી છે. ભગવાન ગણેશ અને અન્ય દેવતાઓની મૂર્તિઓ પણ અહીં સ્થાપિત છે. 

હરિદ્વારમાં પવન ધામ મંદિર - Pawan Dham temple in Haridwar 
પવન ધામ મંદિર એ હરિદ્વારમાં હિન્દુઓ માટે સૌથી લોકપ્રિય તીર્થસ્થાનોમાંનું એક છે. આ પ્રાચીન મંદિરની સ્થાપના સ્વામી વેદાંત નંદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. મંદિરની મુલાકાત ઉપરાંત, તમે અહીં અન્ય ઘણી પ્રવૃત્તિઓનો પણ આનંદ લઈ શકો છો, જેમ કે યોગ વર્ગોમાં ભાગ લેવો, દુકાનોમાં ખરીદી કરવી અથવા આસપાસની ટેકરીઓમાં ટ્રેકિંગ કરવું. તમે આ મંદિરની મુલાકાત સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે લઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news